વડાપ્રધાન મોદીએ મુખ્યમંત્રી યોગીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી, શુભેચ્છાઓનો ધોધ
લખનૌ, નવી દિલ્હી, 05 જૂન (હિ.સ.). ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને તેમના જન્મદિવસના અવસરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ, ગૃહમંત્રી અમિત શાહ સહિત દેશભરના અન્ય નેતાઓએ તેમને શુભેચ્છાઓ પાઠવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ


લખનૌ, નવી દિલ્હી, 05 જૂન (હિ.સ.). ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને તેમના જન્મદિવસના અવસરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ, ગૃહમંત્રી અમિત શાહ સહિત દેશભરના અન્ય નેતાઓએ તેમને શુભેચ્છાઓ પાઠવી છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક્સ પર લખ્યું છે કે, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને જન્મદિવસની શુભેચ્છાઓ. રાજ્યની પ્રગતિ માટે તેમનું કાર્ય પ્રશંસનીય છે. મુખ્યમંત્રી યોગીએ હંમેશા સામાન્ય લોકોના જીવનમાં સુધારાની દિશામાં કાર્ય કર્યું છે. વડાપ્રધાને કહ્યું કે, હું તેમના લાંબા અને સ્વસ્થ જીવનની કામના કરું છું.

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે એક્સ પર કહ્યું કે, ઉત્તર પ્રદેશના લોકપ્રિય અને કર્મઠ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને જન્મદિવસની હાર્દિક શુભેચ્છાઓ. તેમના નેતૃત્વ હેઠળ ઉત્તર પ્રદેશે સુશાસન, સુરક્ષા, વિકાસ અને જનકલ્યાણના ક્ષેત્રોમાં નોંધપાત્ર સિદ્ધિઓ હાંસલ કરી છે. તેમના દ્રઢ સંકલ્પ અને અથાક પરિશ્રમના પરિણામે આજે ઉત્તર પ્રદેશ પ્રગતિ અને સમૃદ્ધિના પથ પર તેજ ગતિથી આગળ વધી રહ્યું છે. ઈશ્વરને પ્રાર્થના છે કે તેમને ઉત્તમ સ્વાસ્થ્ય, દીર્ઘાયુ તથા જનસેવા માટે નિરંતર ઊર્જા અને શક્તિ પ્રદાન કરે.

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે કહ્યું કે, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને જન્મદિવસની હાર્દિક શુભેચ્છાઓ. વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં પ્રદેશની ડબલ એન્જિન સરકાર સુશાસન અને જનકલ્યાણના નવા માપદંડ સ્થાપિત કરી રહી છે. ઈશ્વર પાસેથી તમારા ઉત્તમ સ્વાસ્થ્ય અને દીર્ઘાયુની કામના કરું છું.

ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ નિતિન નવીન, ઉત્તર પ્રદેશ ભાજપ અધ્યક્ષ પંકજ ચૌધરી, નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્ય, બ્રજેશ પાઠક, ભાજપના પ્રદેશ મહામંત્રી સંગઠન ધર્મપાલ સિંહ સહિત ઉત્તર પ્રદેશ સરકારના મંત્રીઓ તેમજ પ્રદેશ અને દેશભરના અન્ય નેતાઓએ મુખ્યમંત્રી યોગીને એક્સ પર પોસ્ટ કરીને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી છે અને તેમના દીર્ઘાયુની કામના કરી છે.

ઉલ્લેખનીય છે કે, 05 જૂન 1972ના રોજ ઉત્તરાખંડના પૌડી ગઢવાલ જિલ્લામાં જન્મેલા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પોતાના જન્મદિવસ પર કોઈ આયોજન કરતા નથી. તેઓ એક કર્મયોગીની જેમ પોતાની જવાબદારીઓ નિભાવતા જોવા મળે છે. જોકે, તેમના સમર્થકો ધાર્મિક આયોજનો કરીને તેમના દીર્ઘાયુની કામના કરે છે. રાજધાની લખનઉથી લઈને ગોરખપુર સહિત અન્ય જિલ્લાઓમાં કેટલીક જગ્યાએ વૃક્ષારોપણ કરવામાં આવ્યું તો કેટલાક સ્થળોએ ભંડારાનું આયોજન થયું છે.

હિન્દુસ્થાન સમાચાર / દિલીપ શુક્લા / મુકુંદ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande