વેનેઝુએલાના રાષ્ટ્રપતિ ડેલ્સી રોડ્રિગ્ઝ જામનગર પહોંચ્યા : એરપોર્ટ પર મહાનુભાવોએ ઉષ્માભેર સ્વાગત કર્યું
જામનગર, 05 જૂન (હિ.સ.) : બોલિવેરિયન રિપબ્લિક ઓફ વેનેઝુએલાના રાષ્ટ્રપતિ ડેલ્સી રોડ્રિગ્ઝ આજે જામનગરની મુલાકાતે પધાર્યા છે, ત્યારે તેઓનું જામનગર એરપોર્ટ ખાતે આગમન થતાં મહાનુભાવોએ ઉષ્માભેર તેમનું સ્વાગત કર્યું હતું. રાષ્ટ્રપતિના સ્વાગતમાં જામનગરના મે
રાષ્ટ્રપતિ  ડેલ્સી રોડ્રિગ્ઝ


જામનગર, 05 જૂન (હિ.સ.) : બોલિવેરિયન રિપબ્લિક ઓફ વેનેઝુએલાના રાષ્ટ્રપતિ ડેલ્સી રોડ્રિગ્ઝ આજે જામનગરની મુલાકાતે પધાર્યા છે, ત્યારે તેઓનું જામનગર એરપોર્ટ ખાતે આગમન થતાં મહાનુભાવોએ ઉષ્માભેર તેમનું સ્વાગત કર્યું હતું. રાષ્ટ્રપતિના સ્વાગતમાં જામનગરના મેયર મોનિકા વ્યાસ, જિલ્લા કલેક્ટર પી.બી.પંડ્યા, વેનેઝુએલામાં ભારતના રાજદૂત પી.કે. અશોક બાબુ, જિલ્લા પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈની વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

ત્યારબાદ રાષ્ટ્રપતિએ જામનગર આર.ટી.ઓ. (પ્રાદેશિક વાહન વ્યવહાર વિભાગની કચેરી) ખાતે ‘‘વિશ્વ પર્યાવરણ દિન’’ના અવસરે વૃક્ષારોપણ કરી પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપ્યો હતો. વૃક્ષો માત્ર પર્યાવરણનું સંતુલન જાળવવામાં જ નહીં, પરંતુ માનવજીવનને શુદ્ધ હવા, છાંયો અને કુદરતી સંસાધનો પ્રદાન કરવામાં પણ મહત્વની ભૂમિકા ભજવે છે. આ કાર્યક્રમમાં જામનગરના નાયબ વન સંરક્ષક અરુણ કુમાર તથા અન્ય અધિકારીઓ સહભાગી થયા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande