
પાટણ, 05 જૂન (હિ.સ.) : વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે 5 જૂન, 2026ના રોજ હારીજની સરકારી વિનયન અને વિજ્ઞાન કૉલેજ ખાતે NSS યુનિટ દ્વારા આચાર્ય ડૉ. ટી.પી. આનંદના માર્ગદર્શન હેઠળ વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમનો મુખ્ય હેતુ પર્યાવરણ સંરક્ષણ અને હરિયાળી વધારવાનો હતો.
કાર્યક્રમ દરમિયાન કૉલેજના કર્મચારીઓ, સ્થાનિક આગેવાનો અને નાગરિકોએ ઉત્સાહપૂર્વક વિવિધ પ્રકારના વૃક્ષોના રોપાઓનું વાવેતર કર્યું અને તેના જતન માટે સંકલ્પ લીધો. સાથે જ પર્યાવરણ પ્રત્યે જાગૃતિ ફેલાવવાનો સંદેશ આપવામાં આવ્યો.
વધતા પ્રદૂષણ અને ગ્લોબલ વોર્મિંગના પડકારોને પહોંચી વળવા વધુમાં વધુ વૃક્ષારોપણ અને તેનું સંવર્ધન જરૂરી હોવાનું જણાવાયું. અંતે ઉપસ્થિત સૌને પર્યાવરણની સુરક્ષા માટે સક્રિય યોગદાન આપવા અપીલ કરવામાં આવી હતી.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ