પોરબંદરમાં યુવાન પર લોખંડના પાઇપ વડે હુમલો.
પોરબંદર, 05 જૂન (હિ.સ.)પોરબંદર શહેરના ચોપાટી ટી-પોઈન્ટથી રિલાયન્સ ફુવારા વચ્ચેના ફૂટપાથ વિસ્તારમાં મારામારી અને હુમલાનો બનાવ સામે આવ્યો છે. આ મામલે પોલીસે બે શખ્સો સામે વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.આ બનાવામા સામા પક્ષે પણ ફરીયાદ ન
પોરબંદરમાં યુવાન પર લોખંડના પાઇપ વડે હુમલો.


પોરબંદર, 05 જૂન (હિ.સ.)પોરબંદર શહેરના ચોપાટી ટી-પોઈન્ટથી રિલાયન્સ ફુવારા વચ્ચેના ફૂટપાથ વિસ્તારમાં મારામારી અને હુમલાનો બનાવ સામે આવ્યો છે. આ મામલે પોલીસે બે શખ્સો સામે વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.આ બનાવામા સામા પક્ષે પણ ફરીયાદ નોંધવામા આવી છે સામા પક્ષે મુકેશભાઈ રસિકભાઈ સોલંકી (ઉ.વ.50), ધંધો મજૂરી, દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી છે કે કિશનગીરી રમેશગીરી અપારનાથીએ તેમની સાથે ઝઘડો કરી હુમલો કર્યો હતો.જાહેરમાં ભુંડી ગાળો આપી હતી. ત્યારબાદ લોખંડના પાઇપ વડે હુમલો કરી માથાના ભાગે ઈજા પહોંચાડી હતી. હુમલાના કારણે ફરિયાદીને માથામાં ટાંકા લેવા પડે તેવી ગંભીર ઈજા થઈ હોવાનું જાણવા મળ્યું છે.ઉપરાંત શરીરના અન્ય ભાગોમાં પણ મૂઢમાર અને ઈજાઓ પહોંચી હતી.પોલીસે બંન્ને પક્ષે ફરીયાદ નોધી વધુ તપાસ હાથ ધરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande