પોરબંદરમાં થેલેસેમિયા પીડિત બાળકો માટે રક્તદાન કેમ્પ યોજાશે
પોરબંદર, 05 જૂન (હિ.સ.) : પોરબંદરમાં થેલેસેમિયા પીડિત બાળકો તેમજ વિવિધ ગંભીર બીમારીઓથી પીડાતા દર્દીઓના હિતાર્થે અને ઉનાળાની ગરમીને કારણે સર્જાયેલી રક્તની અછતને પહોંચી વળવા માટે આગામી તા. 6 જૂન, 2026ના રોજ શનિવારે સાંજે 5 વાગ્યાથી સુદામા ચોક ખાતે વિ
પોરબંદરમાં થેલેસેમિયા પીડિત બાળકો માટે રક્તદાન કેમ્પ યોજાશે


પોરબંદર, 05 જૂન (હિ.સ.) : પોરબંદરમાં થેલેસેમિયા પીડિત બાળકો તેમજ વિવિધ ગંભીર બીમારીઓથી પીડાતા દર્દીઓના હિતાર્થે અને ઉનાળાની ગરમીને કારણે સર્જાયેલી રક્તની અછતને પહોંચી વળવા માટે આગામી તા. 6 જૂન, 2026ના રોજ શનિવારે સાંજે 5 વાગ્યાથી સુદામા ચોક ખાતે વિશાળ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પ દ્વારા વધુમાં વધુ રક્ત એકત્ર કરી જરૂરિયાતમંદ દર્દીઓને સમયસર રક્ત ઉપલબ્ધ કરાવવાનો ઉદ્દેશ રાખવામાં આવ્યો છે.

રક્તદાનને માનવસેવાનું શ્રેષ્ઠ કાર્ય ગણવામાં આવે છે અને એક યુનિટ રક્ત અનેક દર્દીઓ માટે જીવનદાયી સાબિત થઈ શકે છે. આયોજકો દ્વારા હનુમાનભક્તો, યુવાનો તેમજ તમામ સ્વૈચ્છિક રક્તદાતાઓને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી રક્તદાન કરવા અપીલ કરવામાં આવી છે.રક્તદાન દ્વારા કોઈના જીવનમાં નવી આશા અને ખુશીઓનો સંચાર કરી શકાય તે હેતુ થી આયોજકોએ વધુમાં જણાવ્યું છે કે “રક્તદાન મહાદાન”ના સંદેશને સાર્થક બનાવવા માટે સમાજના દરેક વર્ગના લોકો આગળ આવે અને માનવસેવાના આ કાર્યમાં સહભાગી બને તેવું જણાવ્યું છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande