ધરતી માગે હરિયાળો શણગાર” :વિશ્વ પર્યાવરણ દિને પ્રાદેશિક માહિતી કચેરી જૂનાગઢ ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો
જુનાગઢ 05 જૂન (હિ.સ.) વિશ્વ પર્યાવરણ દિવસ અને હરિયાળા ભવિષ્યના સંદેશ સાથે પ્રાદેશિક માહિતી કચેરી, જૂનાગઢ ખાતે આજ રોજ વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. પ્રકૃતિપ્રેમ અને પર્યાવરણ જાગૃતિના હેતુથી આયોજિત કાર્યક્રમમાં અધિકારીઓ અને કર્મચારીઓએ ઉત્સાહપૂર્વક
પ્રાદેશિક માહિતી કચેરી જૂનાગઢ ખાતે વૃક્ષારોપણ


જુનાગઢ 05 જૂન (હિ.સ.) વિશ્વ પર્યાવરણ દિવસ અને હરિયાળા ભવિષ્યના સંદેશ સાથે પ્રાદેશિક માહિતી કચેરી, જૂનાગઢ ખાતે આજ રોજ વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. પ્રકૃતિપ્રેમ અને પર્યાવરણ જાગૃતિના હેતુથી આયોજિત કાર્યક્રમમાં અધિકારીઓ અને કર્મચારીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

વિશાળે જગ વિસ્તારે, નથી એક જ માનવી પશુ છે,પંખી છે,પુષ્પો, વનોની છે વનસ્પતિ ગુજરાતી ભાષાના વિદ્વાન કવિશ્રી ઉમાશંકર જોશીની પંક્તિ ખરા અર્થમાં વિશ્વ પર્યાવરણ દિને સાર્થક થતી જોવા મળે છે. વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે આજે વિવિધ કચેરીઓમાં અને સંસ્થાઓ દ્વારા વૃક્ષારોપણ સહિતના કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા.

જુનાગઢ પ્રાદેશિક માહિતી કચેરીને એક વર્ષ પૂર્ણ થવાના અવસરે તેમજ વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે વૃક્ષારોપણ નો કાર્યક્રમ કચેરીના પટાંગણમાં યોજવામાં આવ્યો હતો.

આ કાર્યક્રમ દરમિયાન સંયુક્ત માહિતી નિયામક એમ.ડી.મોડાસિયા, રાજકોટ પ્રાદેશિક માહિતી કચેરીના નાયબ માહિતી નિયામક પ્રશાંત ત્રિવેદી, નાયબ માહિતી નિયામક નરેશ મહેતાના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.અધિકારીઓએ વૃક્ષોને જીવનનો આધારસ્તંભ ગણાવી વધુમાં વધુ વૃક્ષો વાવવા અને તેના જતનની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.આ પ્રસંગે પ્રાદેશિક માહિતી કચેરી, જૂનાગઢના સમગ્ર કર્મચારીગણ ઉપસ્થિત રહ્યા હતા અને હરિયાળા પર્યાવરણ માટે વિશ્વ પર્યાવરણ દિને સંકલ્પબદ્ધ બન્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande