ભાવનગર જિલ્લાના મહુવા માર્કેટિંગ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ 512 રૂપિયા સુધી રહ્યા
ભાવનગર, 05 જૂન (હિ.સ.) : ભાવનગર જિલ્લાના મહુવા માર્કેટિંગ યાર્ડમાં આજે ખેડૂતો પોતાની અલગ અલગ જનસ લઈને વેચાણ કરવા માટે આવ્યા હતા ફક્ત ભાવનગર જીલ્લો જ નહીં પરંતુ અન્ય જિલ્લાઓમાંથી પણ ખેડૂતો અહીંયા અલગ અલગ પાકનું વેચાણ કરવા માટે આવતા હોય છે ખાસ કરીને
ડુંગળીનો ફાઈલ ફોટો


ભાવનગર, 05 જૂન (હિ.સ.) : ભાવનગર જિલ્લાના મહુવા માર્કેટિંગ યાર્ડમાં આજે ખેડૂતો પોતાની અલગ અલગ જનસ લઈને વેચાણ કરવા માટે આવ્યા હતા ફક્ત ભાવનગર જીલ્લો જ નહીં પરંતુ અન્ય જિલ્લાઓમાંથી પણ ખેડૂતો અહીંયા અલગ અલગ પાકનું વેચાણ કરવા માટે આવતા હોય છે ખાસ કરીને મહુવા માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની પુષ્કળ પ્રમાણમાં દર વર્ષે આવક નોંધાતી હોય છે ત્યારે મહુવા માર્કેટિંગ યાર્ડને ડુંગળીનું હબ પણ ગણવામાં આવે છે.

મહુવા માર્કેટિંગ યાર્ડમાં આજે 1532 કટ્ટા લાલ ડુંગળીનું વેચાણ કરવામાં આવ્યું હતું જેના ભાવ 65 રૂપિયાથી 516 રૂપિયા સુધી રહ્યા હતા ગઈકાલની સરખામણીએ લાલ ડુંગળીના ભાવમાં 40 રૂપિયાનો વધારો નોંધાયો છે આ સાથે જ આજે સફેદ ડુંગળીના 556 કટ્ટા નું વેચાણ કરવામાં આવ્યું હતું જેના ભાવ 205 રૂપિયાથી લઈને 320 રૂપિયા સુધી આજે રહ્યા હતા સફેદ ડુંગળીના ભાવમાં ગઈકાલની સરખામણીએ 23 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે. આ સાથે જ આજે મહુવા માર્કેટિંગ યાર્ડમાં 17811 નગ નારીયલ નું વેચાણ કરવામાં આવ્યું હતું જેના ભાવ 555 રૂપિયાથી લઈને 2400 રૂપિયા સુધી રહ્યા હતા.

આ સાથે જ આજે મહુવા માર્કેટિંગ યાર્ડમાં મગફળી મગડી નો 1455 રૂપિયાથી લઈને 1721 રૂપિયા સુધી રહ્યા હતા. જ્યારે મગફળી મીનાક્ષી નવી નો ભાવ 1128 રૂપિયા થી લઈને 1660 રૂપિયા સુધી રહ્યા હતા. જ્યારે મગફળી ગિરનાર નો ભાવ 1154 રૂપિયા થી લઈને 1263 રૂપિયા સુધી રહ્યા હતા જ્યારે મગફળી જી 20 નો ભાવ 1170 રૂપિયાથી 1380 રૂપિયા સુધી રહ્યો હતો જ્યારે આજે 1485 ગુણી મગફળીનું વેચાણ મહુવા માર્કેટિંગ યાર્ડમાં કરવામાં આવ્યું હતું.

જ્યારે આજે મહુવા માર્કેટીંગ યાર્ડમાં કપાસની 36 ગાસડીનું વેચાણ કરવામાં આવ્યું હતું જેના ભાવ 1390 રૂપિયાથી લઈને 1710 રૂપિયા સુધી રહ્યા હતા.આ સાથે જ આજે મહુવા માર્કેટિંગ યાર્ડમાં ઘઉં ટુકડાના 752 કટ્ટાની આવક નોંધાઈ હતી, તેના ભાવ 412 રૂપિયાથી લઈને 519 રૂપિયા સુધી રહ્યા હતા આ સાથે જ આજે તલ સફેદ નો ભાવ 1500 રૂપિયાથી લઈને 2551 રૂપિયા સુધી રહ્યો હતો ત્યારે તલ કાળા નો ભાવ 1700 રૂપિયાથી લઈને 3522 સુધી રહ્યો હતો. આજે 647 કટ્ટા તલની આવક નોંધાઈ હતી. સફેદ તલના ભાવમાં 51 રૂપિયાનો વધારો નોંધાયો હતો જ્યારે તલ કાળા ના ભાવમાં રૂપિયાનો 53 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA


 rajesh pande