બાબા બાગેશ્વર સનાતન સેતુ હનુમાન કથા માટે રાજકોટ પહોંચે તે પહેલાં પીપળીયા પોલીસ સ્ટેશને પહોંચ્યા
- પાટીદાર અગ્રણી પીપળીયાએ કહ્યું-ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર બંધ કરો, ચમત્કારોનો પર્દાફાશ કરનારને પણ પ્રોટેક્શન આપો. રાજકોટ, 05 જૂન (હિ.સ.) : સૌરાષ્ટ્ર સનાતન સમિતિ દ્વારા આયોજિત બાબા બાગેશ્વરનો ત્રિદિવસીય મહોત્સવ 5, 6 અને 7 જૂન દરમિયાન રેસકો
Baba Bageshwar


- પાટીદાર અગ્રણી પીપળીયાએ કહ્યું-ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર બંધ કરો, ચમત્કારોનો પર્દાફાશ કરનારને પણ પ્રોટેક્શન આપો.

રાજકોટ, 05 જૂન (હિ.સ.) : સૌરાષ્ટ્ર સનાતન સમિતિ દ્વારા આયોજિત બાબા બાગેશ્વરનો ત્રિદિવસીય મહોત્સવ 5, 6 અને 7 જૂન દરમિયાન રેસકોર્સ મેદાન ખાતે યોજાશે. બાબા બાગેશ્વર સનાતન સેતુ હનુમાન કથા માટે રાજકોટ પહોંચે તે પહેલાં પીપળીયા પોલીસ સ્ટેશને પહોંચ્યા છે.

પાટીદાર અગ્રણી પરષોત્તમ પીપળીયા પોલીસ સ્ટેશન પહોંચ્યાં છે અને બે અરજી કરી છે. જેમાં ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર બંધ કરવા અને જેવી રીતે બાબાને પોલીસ સુરક્ષા આપવામાં આવે છે, તેવી જ રીતે આ કથિત ચમત્કારોનો પર્દાફાશ કરવા જનારને પણ સુરક્ષા આપવા જણાવ્યું છે.

રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રની ધર્મપ્રેમી જનતા માટે આજથી ઘર આંગણે બાગેશ્વરધામ સરકારના દર્શન-સત્સંગ, કથા અને દિવ્ય દરબારનો ત્રિવેણી સંગમ શરૂ થવા જઈ રહ્યો છે. જૂન, 2023 બાદ ફરી એકવાર આજે એટલે કે 5 જૂન, 2026ના રોજ બાગેશ્વરધામના પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીનું રાજકોટમાં ભવ્ય આગમન થઈ રહ્યું છે.

સૌરાષ્ટ્ર સનાતન સમિતિ દ્વારા કથાના આયોજકોના જણાવ્યા મુજબ, આ મહોત્સવનો મુખ્ય હેતુ હિન્દુ સમાજને સંગઠિત કરવાનો તેમજ લોકોમાં સનાતન સંસ્કાર, હનુમાન ભક્તિ, રાષ્ટ્ર ભાવના અને આધ્યાત્મિક જાગૃતિનો સંચાર કરવાનો છે.

નોંધનીય છે કે, છેલ્લા એક અઠવાડિયાથી રાજકોટમાં બાબાના દરબારને લઈને વિરોધનો સૂર પણ જોવા મળ્યો હતો. સોશિયલ મીડિયા પર વિરોધીઓ દ્વારા બાબા પર અંધશ્રદ્ધા ફેલાવવાનો આરોપ લગાવીને ચેલેન્જ ફેંકવામાં આવી હતી. આ વિવાદ વચ્ચે ધીરેન્દ્ર શાસ્ત્રીએ તમામ વિરોધીઓની ચેલેન્જનો સ્વીકાર કરીને સ્પષ્ટ કર્યું છે કે, જે લોકોને પણ વિરોધ કે શંકા હોય તેઓ ખુલ્લા મને દરબારમાં આવી શકે છે.

પાટીદાર અગ્રણી પુરુષોત્તમ પીપળીયાએ જણાવ્યું કે, ગઈકાલે તેમણે કરેલી બે અરજીઓના સંદર્ભમાં આજે તેમને એ-ડિવિઝન પોલીસ સ્ટેશનના પીએસઆઈ દ્વારા હાજર રહેવા માટે બોલાવવામાં આવ્યા છે. અમને હનુમાન કથા સામે કોઈ વાંધો નથી. કથા ચોક્કસપણે ચાલુ રહેવી જોઈએ, પરંતુ આ કથાના બહાના હેઠળ યોજાનારા કથિત ‘દિવ્ય દરબાર’નો અમે વિરોધ કરીએ છીએ.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande