હારીજ તાલુકાને હરિયાળો અને જળસંપન્ન બનાવવાનો સંકલ્પ
પાટણ, 05 જૂન (હિ.સ.) : હારીજ તાલુકાના સર્વાંગી વિકાસ માટે તાલુકા પંચાયત ખાતે પ્રમુખ શ્રવણજી ચેહુજી ઠાકોરના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ હતી. બેઠકમાં સરપંચો, તલાટીઓ, તાલુકા વિકાસ અધિકારી તથા તાલુકા પંચાયતના તમામ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ગ્રામ્ય વિસ્
હારીજ તાલુકાને હરિયાળો અને જળસંપન્ન બનાવવાનો સંકલ્પ


પાટણ, 05 જૂન (હિ.સ.) : હારીજ તાલુકાના સર્વાંગી વિકાસ માટે તાલુકા પંચાયત ખાતે પ્રમુખ શ્રવણજી ચેહુજી ઠાકોરના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ હતી. બેઠકમાં સરપંચો, તલાટીઓ, તાલુકા વિકાસ અધિકારી તથા તાલુકા પંચાયતના તમામ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતોને સિંચાઈ માટે પૂરતું પાણી મળે અને જળસંચયની સુવ્યવસ્થિત વ્યવસ્થા ઊભી થાય તે અંગે વિશેષ ચર્ચા કરવામાં આવી હતી.

આ પ્રસંગે રૂગનાથપુરા ગ્રામ પંચાયતના સરપંચની ગ્રુપ કંપની દ્વારા તાલુકાના વિવિધ તળાવો દત્તક લઈ તેમના વિકાસ, ઊંડાણ અને જળસંગ્રહ ક્ષમતા વધારવા માટે સહયોગ આપવાની તૈયારી દર્શાવવામાં આવી હતી. આ પહેલથી સિંચાઈને પ્રોત્સાહન મળશે અને ખેડૂતોને લાંબા ગાળે લાભ થશે.

પર્યાવરણ સંરક્ષણ અને હરિત વિકાસને વેગ આપવા તાલુકાની દરેક ગ્રામ પંચાયત દ્વારા તાલુકા પંચાયત પ્રાંગણમાં એક વૃક્ષ વાવવાનો સંકલ્પ લેવામાં આવ્યો. દરેક વૃક્ષ માટે ટ્રી ગાર્ડની વ્યવસ્થા તેમજ સંબંધિત ગ્રામ પંચાયતના નામની ઓળખ ફ્રેમ લગાવવામાં આવશે. તમામ ગ્રામ પંચાયતો અને તાલુકા પંચાયતે હારીજ તાલુકાને હરિયાળો, સમૃદ્ધ અને જળસંપન્ન બનાવવા સંયુક્ત પ્રયાસો કરવાનો સંકલ્પ વ્યક્ત કર્યો.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande