મોદી સરકારના 12 વર્ષ: માંડવીમાં ભાજપની કાર્યશાળાથી સંગઠનને મળ્યો નવો ઉત્સાહ
કચ્છ, 06 જૂન (હિ.સ.) : દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ કેન્દ્ર સરકારના સફળ 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે આજે માંડવી ખાતે માંડવી શહેર ભાજપ દ્વારા આગામી સંગઠનાત્મક અને જનસંપર્ક કાર્યક્રમોની રૂપરેખા ઘડવા માટે વિશેષ કાર્યશાળાનું આયોજન કરવામ
માંડવી ખાતે ભાજપની કાર્યશાળા


કચ્છ, 06 જૂન (હિ.સ.) : દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ કેન્દ્ર સરકારના સફળ 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે આજે માંડવી ખાતે માંડવી શહેર ભાજપ દ્વારા આગામી સંગઠનાત્મક અને જનસંપર્ક કાર્યક્રમોની રૂપરેખા ઘડવા માટે વિશેષ કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યશાળામાં ભાજપના કાર્યકર્તાઓ અને હોદેદારોને આગામી દિવસોમાં યોજાનાર વિવિધ કાર્યક્રમો અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

કાર્યશાળામાં ઉપસ્થિત ગુજરાત પ્રદેશ ભાજપના મહામંત્રી અને ધારાસભ્ય અનિરુદ્ધ દવેએ કેન્દ્ર સરકારના છેલ્લા બાર વર્ષના વિકાસલક્ષી કાર્યો, જનકલ્યાણકારી યોજનાઓ અને દેશને વૈશ્વિક સ્તરે મળેલી નવી ઓળખ અંગે વિસ્તૃત માહિતી આપી હતી. તેમણે કાર્યકર્તાઓને સરકારની સિદ્ધિઓને સામાન્ય જનતા સુધી અસરકારક રીતે પહોંચાડવા માટે સક્રિય ભૂમિકા ભજવવા આહ્વાન કર્યું હતું.

આ પ્રસંગે જિલ્લા પ્રભારી છાયાબેન ગઢવીએ સંગઠનના મજબૂતિકરણ અને કાર્યકર્તાઓની જવાબદારી અંગે માર્ગદર્શન આપતાં જણાવ્યું હતું કે, ભાજપની તાકાત તેના સમર્પિત કાર્યકર્તાઓ છે અને આવનારા કાર્યક્રમોમાં તેમની સક્રિય ભાગીદારી સંગઠનને વધુ મજબૂત બનાવશે.

કાર્યક્રમ દરમિયાન માંડવી શહેર ભાજપ પ્રમુખ દર્શનભાઈ ગોસ્વામી, નગર અધ્યક્ષા વર્ષાબેન જોષી તેમજ પૂર્વ નગર પ્રમુખ હરેશભાઈ વિંઝોડાં સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત આગેવાનોએ પણ કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓના વ્યાપક પ્રચાર-પ્રસાર અને જનજાગૃતિ માટે સંગઠિત પ્રયાસો કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.

કાર્યશાળાનું સફળ સંચાલન વિજયભાઈ ચૌહાણે કર્યું હતું, જ્યારે અંતે લાંતિકભાઈ શાહે આભારવિધિ વ્યક્ત કરી હતી. સમગ્ર કાર્યક્રમ દરમિયાન સંગઠનના હોદેદારો, વિવિધ મોરચાના પ્રતિનિધિઓ, ચૂંટાયેલા સભ્યો અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓની નોંધપાત્ર હાજરી જોવા મળી હતી. કાર્યશાળાએ આગામી કાર્યક્રમોને સફળ બનાવવા માટે કાર્યકર્તાઓમાં નવો ઉત્સાહ અને ઉર્જાનો સંચાર કર્યો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar


 rajesh pande