પોરબંદર ભૂતનાથ મહાદેવ મંદિરના વિકાસ માટે મેયર સાગર મોદી એક્શન મોડમાં.
પોરબંદર, 06 જૂન (હિ.સ.)પોરબંદર મહાનગરપાલિકાના મેયર સાગરભાઈ મોદી શહેરના ધાર્મિક અને જાહેર સ્થળોના વિકાસ માટે એક્શન મોડમાં જોવા મળી રહ્યા છે. તે અંતર્ગત તેમણે મહાનગરપાલિકાના અધિકારીઓ અને સ્ટાફ સાથે સરકારી ભાવસિંહજી હોસ્પિટલ પાસે આવેલ પૌરાણિક ભૂતનાથ
પોરબંદર ભૂતનાથ મહાદેવ મંદિરના વિકાસ માટે મેયર  સાગર મોદી એક્શન મોડમાં.


પોરબંદર ભૂતનાથ મહાદેવ મંદિરના વિકાસ માટે મેયર  સાગર મોદી એક્શન મોડમાં.


પોરબંદર ભૂતનાથ મહાદેવ મંદિરના વિકાસ માટે મેયર  સાગર મોદી એક્શન મોડમાં.


પોરબંદર, 06 જૂન (હિ.સ.)પોરબંદર મહાનગરપાલિકાના મેયર સાગરભાઈ મોદી શહેરના ધાર્મિક અને જાહેર સ્થળોના વિકાસ માટે એક્શન મોડમાં જોવા મળી રહ્યા છે. તે અંતર્ગત તેમણે મહાનગરપાલિકાના અધિકારીઓ અને સ્ટાફ સાથે સરકારી ભાવસિંહજી હોસ્પિટલ પાસે આવેલ પૌરાણિક ભૂતનાથ મહાદેવ મંદિર અને મંદિર પરિસરની ઓચિંતી મુલાકાત લીધી હતી. મુલાકાત દરમિયાન મેયર સાગરભાઈ મોદીએ સૌપ્રથમ ભૂતનાથ મહાદેવના દર્શન કરી શીશ ઝુકાવી આશીર્વાદ મેળવ્યા હતા. ત્યારબાદ તેમણે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન વિક્રમભાઈ ઓડેદરા સાથે સમગ્ર મંદિર પરિસરનું નિરીક્ષણ કરી વિકાસની સંભાવનાઓ અંગે સ્થળ પર જ અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી. મુલાકાત દરમિયાન મેયરએ મહાનગરપાલિકાના સંબંધિત વિભાગોને મંદિર પરિસરના સર્વાંગી વિકાસ માટે વિગતવાર ડેવલોપમેન્ટ પ્લાન તૈયાર કરવાની સૂચના આપી હતી. તેમણે જણાવ્યું હતું કે આ સ્થળને માત્ર ધાર્મિક કેન્દ્ર તરીકે જ નહીં પરંતુ પરિવાર સાથે મુલાકાત લઈ શકાય તેવા સુંદર, સ્વચ્છ અને આકર્ષક જાહેર સ્થળ તરીકે વિકસાવવામાં આવશે. આયોજન મુજબ મંદિર પરિસરમાં હરિયાળું ગાર્ડન, વિવિધ પ્રકારના ફૂલછોડ, લેન્ડસ્કેપિંગ, આકર્ષક લાઇટિંગ તેમજ નાગરિકો માટે આરામદાયક વાતાવરણનું નિર્માણ કરવામાં આવશે જેથી અહીં આવતા શ્રદ્ધાળુઓ અને મુલાકાતીઓને વધુ સારી સુવિધાઓ મળી રહે. મંદિરના કમ્પાઉન્ડ અને આસપાસના વિસ્તારમાં સફાઈની જરૂરિયાત જણાતા મેયર સાગરભાઈ મોદીએ સેનીટેશન વિભાગની ટીમને તાત્કાલિક કામગીરી હાથ ધરવા સૂચના આપી હતી. જેના અનુસંધાને સ્થળ પર જ વિશેષ સફાઈ અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. સફાઈ દરમિયાન કચરો દૂર કરી સમગ્ર પરિસરને સ્વચ્છ અને વ્યવસ્થિત બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. મેયરએ નિયમિત સફાઈ જળવાઈ રહે તે માટે સંબંધિત વિભાગોને જરૂરી સૂચનાઓ આપી હતી. મંદિરમાં રોજ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવતા હોવાથી તેમના માટે સુવિધાસભર બેઠક વ્યવસ્થા ઉભી કરવા તેમજ સમગ્ર પરિસરમાં બ્લોક પાથરી સુવ્યવસ્થિત વોકવે અને ખુલ્લી જગ્યાઓ વિકસાવવા અંગે સૂચના આપવામાં આવી હતી. આ ઉપરાંત પરિવાર સાથે આવતા નાગરિકોને ધ્યાનમાં રાખીને નાના બાળકો માટે રમતગમતના સાધનો અને રમણિય વિસ્તાર વિકસાવવા પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. બાળકો માટે સુરક્ષિત અને આકર્ષક પ્લે એરિયા તૈયાર કરવામાં આવશે જેથી મંદિર પરિસર ધાર્મિક સ્થળની સાથે પરિવારમૈત્રી જાહેર સ્થળ તરીકે પણ વિકસી શકે. મેયર સાગરભાઈ મોદીએ જણાવ્યું હતું કે શહેરના ધાર્મિક, ઐતિહાસિક અને જાહેર મહત્વ ધરાવતા સ્થળોના વિકાસ માટે મહાનગરપાલિકા સતત કાર્યરત છે. ભૂતનાથ મહાદેવ મંદિર પરિસરના વિકાસથી વિસ્તારની સુંદરતામાં વધારો થશે તેમજ શ્રદ્ધાળુઓ અને નાગરિકોને વધુ સારી સુવિધાઓ પ્રાપ્ત થશે. મહાનગરપાલિકા દ્વારા ટૂંક સમયમાં વિકાસ માટેનો વિગતવાર પ્લાન તૈયાર કરી જરૂરી કામગીરી હાથ ધરવામાં આવશે જેથી ભૂતનાથ મહાદેવ મંદિર પરિસર શહેરના એક સુંદર, સ્વચ્છ અને આકર્ષક ધાર્મિક-પર્યટન કેન્દ્ર તરીકે વિકસાવી શકાય તેવું આયોજન કરવામાં આવ્યું છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande