ડુમસ સી ફેઝ વચ્ચે પણ સરથાણા નેચર પાર્કનું આકર્ષણ: 94 હજારથી વધુ મુલાકાતીઓ નોંધાયા
સુરત, 06 જૂન (હિ.સ.) : સુરત મહાનગર પાલિકા સંચાલિત સરથાણા નેચર પાર્કમાં દિવાળી અને ઉનાળુ વેકેશન દરમિયાન શહેરીજનોનો દર વર્ષે ભારે ઘસારો જોવા મળતો હોય છે. અલબત્ત, આ વર્ષે ડુમસ સી ફેઝનું નવું નજરાણું મળ્યું હોવા છતાં શહેરીજનોમાં સરથાણા નેચર પાર્ક પ્રત્
ડુમસ સી ફેઝ વચ્ચે પણ સરથાણા નેચર પાર્કનું આકર્ષણ: 94 હજારથી વધુ મુલાકાતીઓ નોંધાયા


સુરત, 06 જૂન (હિ.સ.) : સુરત મહાનગર પાલિકા સંચાલિત સરથાણા નેચર પાર્કમાં દિવાળી અને ઉનાળુ વેકેશન દરમિયાન શહેરીજનોનો દર વર્ષે ભારે ઘસારો જોવા મળતો હોય છે. અલબત્ત, આ વર્ષે ડુમસ સી ફેઝનું નવું નજરાણું મળ્યું હોવા છતાં શહેરીજનોમાં સરથાણા નેચર પાર્ક પ્રત્યેનું ઘેલું અકબંધ જોવા મળ્યું છે. છેલ્લા ઘણા સમયથી ડુમસ સી ફેઝની મુલાકાત માટે શહેરીજનોનાં ટોળે ટોળા વળતાં હોવાને કારણે ભારે ટ્રાફિક જામના દ્રશ્યો સામાન્ય થઈ ચુક્યા છે ત્યારે આ વર્ષે પણ સરથાણા નેચર પાર્કમાં ઉનાળું વેકેશન દરમિયાન રેકોર્ડ બ્રેક 94 હજારથી વધુ મુલાકાતીઓ નોંધાઈ ચુક્યા છે અને હજી આગામી બે દિવસમાં આ આંકડો એક લાખને વટાવી જાય તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. બીજી તરફ આવકની દ્રષ્ટિએ નેચર પાર્કને 27 લાખ રૂપિયાની ધિકતી કમાણી થવા પામી છે.

દર વર્ષે ઉનાળુ વેકેશનની સાથે જ શહેરનાં છેવાડે આવેલ સરથાણા નેચર પાર્કમાં મુલાકાતીઓનું કિડીયારૂં ઉમટી પડતું હોય છે. ખાસ કરીને બાળકોમાં વાઘ - સિંહ સહિતનાં જાનવરોને વિચરતા જોવા માટે ભારે ઉત્સાહ નજરે પડે છે. આ વર્ષે પણ ઉનાળુ વેકેશનનાં પ્રારંભ સાથે જ નેચર પાર્કની બહાર ટિકીટ માટે મુલાકાતીઓની લાંબી કતારો જોવા મળી હતી. 30મી મેથી 5મી જુન સુધીમાં જ સરથાણા નેચર પાર્કમાં 94,767 મુલાકાતીઓ નોંધાઈ ચુક્યા છે. જ્યારે ગત વર્ષે આ આંકડો 1,03,879 નોંધાયો હતો. અલબત્ત, હજી ઉનાળુ વેકેશનને બે દિવસ બાકી હોવાને કારણે આગામી બે દિવસમાં મુલાકાતીઓનો આંકડો 1 લાખને વટાવી જશે. ગત વર્ષ નેચર પાર્કને 27.67 લાખની આવક થવા પામી હતી. જ્યારે આ વર્ષે અત્યાર સુધી 26 લાખ સુધીની આવક પહોંચી છે અને આગામી બે દિવસમાં મુલાકાતીઓની સંભવિત સંખ્યાને ધ્યાને રાખીને આ વર્ષે પણ કમાણીનો આંકડો 27 લાખને વટાવી જાય તો નવાઈ નહીં.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande