હવામાન વિભાગની આગાહી 24 કલાક ગાજવીજ સાથે વરસાદનું યલો એલર્ટ,15 જૂને ગુજરાતમાં ચોમાસું બેસી શકે
અમદાવાદ,06 જૂન (હિ.સ.) હવામાન વિભાગની તાજેતરની આગાહી પ્રમાણે સાયક્લોનિક સર્ક્યુલેશન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થયું છે, જેના પરિણામે રાજ્યમાં આગામી સાત દિવસ વરસાદ પડી શકે છે. આજે નવસારી, વલસાડ, ડાંગ, તાપી, સુરત, દમણ, દાદરા નગર હવેલી, અમર
હવામાન વિભાગની આગાહી 24 કલાક ગાજવીજ સાથે વરસાદનું યલો એલર્ટ,15 જૂને ગુજરાતમાં ચોમાસું બેસી શકે


અમદાવાદ,06 જૂન (હિ.સ.) હવામાન વિભાગની તાજેતરની આગાહી પ્રમાણે સાયક્લોનિક સર્ક્યુલેશન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થયું છે, જેના પરિણામે રાજ્યમાં આગામી સાત દિવસ વરસાદ પડી શકે છે.

આજે નવસારી, વલસાડ, ડાંગ, તાપી, સુરત, દમણ, દાદરા નગર હવેલી, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથમાં વરસાદની આગાહી આપવામાં આવી છે. સાથે જ આજે અમદાવાદ શહેરમાં 42 ડિગ્રી તાપમાન રહેવાની શક્યતા રહેલી છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે રાજ્યમાં 15 જૂને ચોમાસું બેસે તેવી શક્યતા રહેલી છે.

રાજ્યમાં કાળઝાળ ગરમી વચ્ચે હવે દક્ષિણ-પશ્ચિમ ચોમાસું અરબી સમુદ્રના ગોવા અને કર્ણાટક તરફ આગળ વધી રહ્યું છે. જેના કારણે આગામી દિવસોમાં ગુજરાતમાં પણ તેની અસરો જોવા મળશે. જ્યારે મુંબઈમાં આ વર્ષે ચોમાસું સમયસર કે વહેલું દસ્તક આપી શકે છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, છેલ્લા 24 કલાકમાં ઉત્તર ગુજરાતના છૂટાછવાયા વિસ્તારોમાં હળવો વરસાદ નોંધાયો હતો, જ્યારે દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર-કચ્છ અને દીવ-દમણ, દાદરા નગર હવેલીમાં હવામાન સૂકું રહ્યું હતું. સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક ભાગોમાં મહત્તમ તાપમાનમાં ઘટાડો નોંધાયો છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી દિવસોમાં વરસાદનું જોર થોડું ઘટશે, પરંતુ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અમરેલી તથા ભાવનગર જેવા જિલ્લાઓમાં આગામી સાત દિવસ સુધી છૂટાછવાયા વિસ્તારોમાં હળવો વરસાદ ચાલુ રહેશે. જોકે, આગામી અઠવાડિયા દરમિયાન રાજ્યના મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની સંભાવના નથી.

હવામાન વિભાગે આગામી 24 કલાક માટે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ગાજવીજ અને તેજ પવન સાથે વરસાદનું યલો એલર્ટ જાહેર કર્યું છે. બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહીસાગરમાં 40થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવા સાથે, વીજળીના કડાકા-ભડાકા અને મધ્યમ વરસાદની શક્યતા છે.

વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી તેમજ દમણ અને દાદરા નગર હવેલીમાં પણ હળવાથી મધ્યમ વરસાદ રહેશે. સુરેન્દ્રનગર, રાજકોટ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, બોટાદ અને દીવમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande