જામનગર જિલ્લાના જામજોધપુરના ગોરખડી ગામે નદી કિનારે ચાલતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ, બેલડીની ધરપકડ
જામનગર, 07 જૂન (હિ.સ.) : જામનગર જિલ્લામાં જામજોધપુર તાલુકાના ગોરખડી ગામની સીમમાં ફુલઝર નદીના કાંઠે આવેલી વાડી વિસ્તારમાં ધમધમતી દેશી દારૂ બનાવવાની ભઠ્ઠી પર પોલીસે ઓચિંતો દરોડો પાડ્યા હતા. આ દરોડા દરમિયાન પોલીસે દેશી દારૂ, મોટા જથ્થામાં કાચો આથો અન
દેશી દારૂની ભઠ્ઠી


જામનગર, 07 જૂન (હિ.સ.) : જામનગર જિલ્લામાં જામજોધપુર તાલુકાના ગોરખડી ગામની સીમમાં ફુલઝર નદીના કાંઠે આવેલી વાડી વિસ્તારમાં ધમધમતી દેશી દારૂ બનાવવાની ભઠ્ઠી પર પોલીસે ઓચિંતો દરોડો પાડ્યા હતા. આ દરોડા દરમિયાન પોલીસે દેશી દારૂ, મોટા જથ્થામાં કાચો આથો અને વાહન સહિત કુલ 2,57,825 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે, જ્યારે બે આરોપીઓની ધરપકડ કરી એકને ફરાર જાહેર કરાયો છે.

મળતી માહિતી અનુસાર, ગોરખડી ગામની સીમમાં ફુલઝર નદીના કાંઠે વાડી વિસ્તારમાં દેશી દારૂ ગાળવાની પ્રવૃત્તિ ચાલી રહી હોવાની ચોક્કસ બાતમી LCBની ટીમને મળી હતી. જેના આધારે ટીમે પ્લાન બનાવીને સ્થળ પર રેડ પાડી હતી. દરોડા દરમિયાન પોલીસને ઘટનાસ્થળેથી ભઠ્ઠી ચલાવવા માટેનો સામાન તેમજ 170 લીટર તૈયાર દેશી દારૂ મળી આવ્યો હતો. આ ઉપરાંત દારૂ બનાવવા માટે તૈયાર રાખવામાં આવેલો 5,725 લીટર કાચો આથો પણ મળી આવતા પોલીસે તેને નષ્ટ કરવાની અને કબજે કરવાની કાર્યવાહી કરી હતી.

પોલીસે દારૂ ગાળવાના સાધનો ઉપરાંત આરોપીઓ પાસેથી 3 મોબાઈલ ફોન અને ગુનામાં વપરાયેલું એક મોપેડ પણ જપ્ત કર્યું હતું. આમ, દારૂ, આથો, મોબાઈલ અને વાહન મળીને કુલ 2,57,825 રૂપિયાની કિંમતનો મુદ્દામાલ LCBએ પોતાના હસ્તક લીધો છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande