ચાણસ્મા વિસ્તારના પૂર્વ ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી દિલીપજી વિરાજી ઠાકોર બન્યા હાઈટેક ખેડૂત
પાટણ, 07 જૂન (હિ.સ.) : ચાણસ્મા વિસ્તારના પૂર્વ ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી દિલીપજી વિરાજી ઠાકોર આજે પણ ખેતીને પ્રાધાન્ય આપી જાતે જ ટ્રેક્ટર ચલાવી ખેતી કરે છે. પિતૃપરંપરાગત ખેતી અને પશુપાલન સાથે જોડાયેલા દિલીપજી ઠાકોર હારીજ-ચાણસ્મા હાઈવે પર આવેલા પો
ચાણસ્મા વિસ્તારના પૂર્વ ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી દિલીપજી વિરાજી ઠાકોર બન્યા હાઈટેક ખેડૂત


પાટણ, 07 જૂન (હિ.સ.) : ચાણસ્મા વિસ્તારના પૂર્વ ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી દિલીપજી વિરાજી ઠાકોર આજે પણ ખેતીને પ્રાધાન્ય આપી જાતે જ ટ્રેક્ટર ચલાવી ખેતી કરે છે. પિતૃપરંપરાગત ખેતી અને પશુપાલન સાથે જોડાયેલા દિલીપજી ઠાકોર હારીજ-ચાણસ્મા હાઈવે પર આવેલા પોતાના ફાર્મમાં રહે છે અને આધુનિક ખેતીને પ્રોત્સાહન આપી રહ્યા છે.

ખેતીના કામને વધુ આરામદાયક અને સુરક્ષિત બનાવવા માટે તેમણે પોતાના ટ્રેક્ટરમાં આશરે ₹2.50 લાખના ખર્ચે પંજાબથી ખાસ AC કાચનું કેબિન તૈયાર કરાવ્યું છે. આ કેબિનમાં CCTV કેમેરા, એન્ડ્રોઇડ ટીવી અને સ્માર્ટ ઘડિયાળ જેવી આધુનિક સુવિધાઓ પણ ઉપલબ્ધ છે, જેના કારણે તેઓ આરામથી તમામ ખેતીકામ કરી શકે છે.

દિલીપજી ઠાકોરના જણાવ્યા મુજબ AC કેબિન ગરમી, ઠંડી, ધૂળ અને રજકણોથી રક્ષણ આપીને સ્વાસ્થ્ય માટે લાભદાયક સાબિત થાય છે. આજના સમયમાં યુવાનો ખેતીથી દૂર જઈ રહ્યા છે ત્યારે ટેકનોલોજી અને ખેતીનો સમન્વય કરતું તેમનું આ ઉદાહરણ અન્ય ખેડૂતો માટે પ્રેરણારૂપ બન્યું છે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande