પોરબંદરમાં, કરોડો રૂપિયાનો દારૂનો નાશ કરાયો.
પોરબંદર, 07 જૂન (હિ.સ.)ગાંધીજીની જન્મભૂમિ પોરબંદરમાં ગેરકાયદે દારૂના વેપાર સામે પોલીસ દ્વારા વધુ એક કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. શહેરના ઈન્દિરાનગર દરિયા કિનારે પોલીસ વિભાગ દ્વારા વર્ષ દરમિયાન વિવિધ ગુનાઓમાં જપ્ત કરવામાં આવેલ દેશી અને વિદેશી દા
પોરબંદરમાં કરોડો રૂપિયાનો દારૂનો નાશ કરાયો.


પોરબંદરમાં કરોડો રૂપિયાનો દારૂનો નાશ કરાયો.


પોરબંદર, 07 જૂન (હિ.સ.)ગાંધીજીની જન્મભૂમિ પોરબંદરમાં ગેરકાયદે દારૂના વેપાર સામે પોલીસ દ્વારા વધુ એક કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. શહેરના ઈન્દિરાનગર દરિયા કિનારે પોલીસ વિભાગ દ્વારા વર્ષ દરમિયાન વિવિધ ગુનાઓમાં જપ્ત કરવામાં આવેલ દેશી અને વિદેશી દારૂનો જાહેરમાં નાશ કરવામાં આવ્યો હતો. આ કાર્યવાહી દરમિયાન કુલ 1.16 કરોડથી વધુની કિંમતનો દારૂ બુલડોઝર ફેરવીને નષ્ટ કરવામાં આવ્યો હતો.

પોરબંદર શહેર અને ગ્રામ્ય વિસ્તારની પોલીસ દ્વારા અલગ-અલગ કેસોમાં ઝડપાયેલ કુલ 7,676 લીટર દેશી દારૂ જેમની કિંમત ३. 9,13280 તેમજ 11,508 બોટલ વિદેશી દારૂ જેમની કિંમત ३.1,07,40,974 નાશ કરવામાં આવ્યો હતો. કોર્ટના આદેશ અને કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ થયા બાદ આ સમગ્ર મુદ્દામાલને ઈન્દિરાનગર દરિયા કિનારે લઈ જઈ બુલડોઝરની મદદથી નષ્ટ કરવામાં આવ્યો હતો.

આ કાર્યવાહીમાં પોરબંદર શહેર , ડીવાયએસપી ઋતુ રાબા ગ્રામ્ય ડીવાયએસપી સુરજીત મહેંડુ સહિત વિવિધ પોલીસ મથકોના અધિકારીઓ અને કર્મચારીઓ હાજર રહ્યા હતા. સમગ્ર પ્રક્રિયા પારદર્શક રીતે અને જરૂરી સુરક્ષા વ્યવસ્થાઓ સાથે પૂર્ણ કરવામાં આવી હતી. દારૂના જથ્થાના નાશ દરમિયાન પોલીસ તંત્ર દ્વારા, તમામ કાયદાકીય માપદંડોનું પાલન કરવામાં આવ્યું હતું.ગુજરાત રાજ્યમાં દારૂબંધી અમલમાં હોવા છતાં કેટલાક તત્વો દ્વારા ગેરકાયદે રીતે દારૂની હેરફેર અને વેચાણ કરવામાં આવે છે. આવા તત્વો સામે પોલીસ સતત કાર્યવાહી કરી રહી છે.

કરોડો રૂપિયાના દારૂનો જાહેરમાં નાશ કરીને પોલીસ વિભાગે સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે, ગેરકાયદે દારૂના ધંધાને કોઈપણ સંજોગોમાં ચલાવી લેવામાં આવશે નહીં.પોરબંદર પોલીસ દ્વારા હાથ ધરાયેલી આ કાર્યવાહી માત્ર જપ્ત કરાયેલા મુદ્દામાલના નિકાલ પૂરતી મર્યાદિત નથી, પરંતુ તે સમાજમાં કાયદાનું પાલન અને દારૂબંધીના કડક અમલ પ્રત્યેની પ્રતિબદ્ધતાનું પણ પ્રતિક છે.

ગાંધીજીના આદર્શોને અનુસરતા પોરબંદરમાં ગેરકાયદે પ્રવૃત્તિઓ સામે તંત્ર સતત સતર્ક છે અને ભવિષ્યમાં પણ આવી કાર્યવાહી વધુ સઘન બનાવવામાં આવશે તેવી પોલીસ અધિકારીઓએ ખાતરી વ્યક્ત કરી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande