ભોદના પાટીયા નજીક બોલેરો ચાલકે, ગૌમાતાને મોતને ઘાટ ઉતારી.
પોરબંદર, 07 જૂન (હિ.સ.)ભોદના પાટીયા નજીક બેફામ સ્પીડે બોલેરો ચલાવતા શખ્સે ગૌમાતાને મોતને ઘાટ ઉતારી હતી. અકસ્માત સર્જી નાશી છૂટેલ અજાણ્યા ચાલક સામે પોલીસ જાતે ફરિયાદી બની છે. રાણાવાવ પોલીસમથકના હેડ કોન્સ્ટેબલ બળદેવ વજુભાઇ વાળા દ્વારા રાણાવાવ પોલીસમ
ભોદના પાટીયા નજીક બોલેરો ચાલકે, ગૌમાતાને મોતને ઘાટ ઉતારી.


પોરબંદર, 07 જૂન (હિ.સ.)ભોદના પાટીયા નજીક બેફામ સ્પીડે બોલેરો ચલાવતા શખ્સે ગૌમાતાને મોતને ઘાટ ઉતારી હતી. અકસ્માત સર્જી નાશી છૂટેલ અજાણ્યા ચાલક સામે પોલીસ જાતે ફરિયાદી બની છે.

રાણાવાવ પોલીસમથકના હેડ કોન્સ્ટેબલ બળદેવ વજુભાઇ વાળા દ્વારા રાણાવાવ પોલીસમથકમાં એવી પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે કે પોલીસ સબ ઇન્સ્પેકટર આર.વી. મોરીએ તેમને એવી જાણ કરી હતી કે પોરબંદરના જીવદયાપ્રેમી લીલુબેન ભુતીયાએ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ઓફિસ ખાતે જાણ કરી છે કે, ભોદ ગામના પાટીયા પાસે આવેલ પેટ્રોલપંપ સામે નેશનલ હાઇવે પર વાહન અકસ્માતે ગૌમાતાનું મોત થયુ છે.

આથી ફરિયાદી ઉપરાંત હેડ કોન્સ્ટેબલ એમ.બી.વરૂ અને પી.એસ.આઇ. આર.વી. મોરી વગેરે એ ઘટનાસ્થળે જઈને જોયુ તો પશુનો મૃતદેહ મળી આવ્યો ન હતો. બાજુની દુકાનવાળા ભુરાભાઇ કારાભાઇને અકસ્માત અંગે પૂછતા પેટ્રોલપંપ સામે જ બનાવ બન્યો હોવાનું જણાવ્યુ હતુ.

તેથી પેટ્રોલપંપના સી.સી.ટી.વી. જોતા રાત્રે સાડા આઠ આસપાસ બોલેરો કારનો ચાલક ફૂલસ્પીડે કાર ચલાવીને નીકળ્યો હતો અને ગાયને હડફેટે લઈને કારને લઈ નાશી ગયો હતો તેથી 15,000 રૂા.ના પશુનુ મોત નિપજાવ્યા અંગે ફરિયાદ નોંધાવી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande