પોરબંદર મહાનગરપાલિકા દ્વારા, સ્મશાનભૂમિ અને બાળ સ્મશાન ખાતે વિશેષ સફાઈ અભિયાન હાથ ધરાયું.
પોરબંદર, 08 જૂન (હિ.સ.)પોરબંદર મહાનગરપાલિકા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં વિકાસલક્ષી અને જનહિતના કાર્યો સતત કરવામાં આવી રહ્યા છે. મહાનગરપાલિકાની વિવિધ શાખાઓ દ્વારા નાગરિકોને વધુ સારી સુવિધાઓ મળી રહે તે માટે આયોજનબદ્ધ કામગીરી કરવામાં આવી રહી છે.
પોરબંદર મહાનગરપાલિકા દ્વારા સ્મશાનભૂમિ અને બાળ સ્મશાન ખાતે વિશેષ સફાઈ અભિયાન હાથ ધરાયું.

આ જ અનુસંધાને મેયર સાગરભાઈ મોદીની સૂચના અને ડેપ્યુટી મેયર મનીષભાઈ શિયાળની ઉપસ્થિતિમાં તેમના માર્ગદર્શન હેઠળ શહેરમાં આવેલ સ્મશાનભૂમિ તથા બાળ સ્મશાન ખાતે વિશેષ સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. રવિવારના દિવસે મહાનગરપાલિકાના સેનિટેશન વિભાગની ટીમ દ્વારા સ્મશાનભૂમિ અને બાળ સ્મશાન વિસ્તારમાં વ્યાપક સફાઈ કામગીરી કરવામાં આવી હતી. સ્થળ પર ઉગી નીકળેલા ઘાસ-ઝાંખરા દૂર કરવામાં આવ્યા હતા તેમજ સમગ્ર પરિસરની સ્વચ્છતા જળવાઈ રહે તે માટે જરૂરી કામગીરી હાથ ધરવામાં આવી હતી. મેયર સાગરભાઈ મોદીએ અધિકારીઓને સૂચના આપી હતી કે સ્મશાનભૂમિ અને બાળ સ્મશાન આ બન્ને સ્થળોએ કાયમી ધોરણે સ્વચ્છતા જળવાઈ રહે તે માટે નિયમિત દેખરેખ અને સફાઈની વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવે.

આ ઉપરાંત મેયરે, સ્મશાનભૂમિ ખાતે જરૂરી રિનોવેશનની કામગીરી તેમજ બાળ સ્મશાન ખાતે નવું પ્રવેશદ્વાર (ગેટ) સ્થાપિત કરવા સહિતની સુવિધાઓ અંગે સ્થળ નિરીક્ષણ કરી સંબંધિત અધિકારીઓને વિગતવાર રિપોર્ટ તૈયાર કરી રજૂ કરવાની સૂચના આપી હતી. રિપોર્ટ અને અંદાજો તૈયાર થયા બાદ જરૂરી વિકાસલક્ષી કામગીરીને પ્રાથમિકતાના ધોરણે શરૂ કરવામાં આવશે તેમ તેમણે જણાવ્યું હતું. પોરબંદર મહાનગરપાલિકા શહેરના સર્વાંગી વિકાસ, જાહેર સ્થળોની સ્વચ્છતા અને નાગરિક સુવિધાઓમાં સતત વધારો કરવા માટે કટિબદ્ધ છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya

 rajesh pande