મિલકત સંબંધી ગુનાઓના આરોપી સમીર પરમાર સામે પાસાની કાર્યવાહી, પાલનપુર જિલ્લા જેલમાં મોકલાયો
અમરેલી,08 જૂન (હિ.સ.)અમરેલી જિલ્લામાં મિલકત સંબંધી ગુનાઓ આચરનાર આરોપી સમીર ધનાભાઈ પરમાર સામે કડક કાર્યવાહી કરતાં અમરેલી લોકલ ક્રાઇમ બ્રાન્ચ (એલસીબી) દ્વારા પાસા (PASA) હેઠળ અટકાયત કરવામાં આવી છે. આરોપીને પાલનપુર જિલ્લા જેલ ખાતે મોકલી આપવામાં આવ્યો
મિલકત સંબંધી ગુનાઓના આરોપી સમીર પરમાર સામે પાસાની કાર્યવાહી, પાલનપુર જિલ્લા જેલમાં મોકલાયો


અમરેલી,08 જૂન (હિ.સ.)અમરેલી જિલ્લામાં મિલકત સંબંધી ગુનાઓ આચરનાર આરોપી સમીર ધનાભાઈ પરમાર સામે કડક કાર્યવાહી કરતાં અમરેલી લોકલ ક્રાઇમ બ્રાન્ચ (એલસીબી) દ્વારા પાસા (PASA) હેઠળ અટકાયત કરવામાં આવી છે. આરોપીને પાલનપુર જિલ્લા જેલ ખાતે મોકલી આપવામાં આવ્યો હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું છે.

મળતી માહિતી મુજબ સમીર ધનાભાઈ પરમાર સામે મિલકત સંબંધી વિવિધ ગુનાઓ નોંધાયેલા હતા. તેની ગુનાહિત પ્રવૃત્તિઓને કારણે જાહેર શાંતિ અને કાયદો-વ્યવસ્થાને અસર થતી હોવાનું સામે આવતા પોલીસ તંત્ર દ્વારા તેના વિરુદ્ધ પાસા હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

અમરેલી એલસીબી દ્વારા આરોપીનો ગુનાહિત ઇતિહાસ, નોંધાયેલા ગુનાઓ અને અન્ય પુરાવાઓના આધારે દરખાસ્ત તૈયાર કરી સત્તાધિકારી સમક્ષ રજૂ કરવામાં આવી હતી. મંજૂરી મળ્યા બાદ સમીર પરમારની અટકાયત કરીને તેને પાલનપુર જિલ્લા જેલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.

જિલ્લા પોલીસ તંત્ર દ્વારા અસામાજિક અને ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા તત્વો સામે સતત કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. પાસા હેઠળની આ કાર્યવાહીથી ગુનાહિત તત્વોમાં કાયદાનો ભય ઉભો થયો હોવાનું માનવામાં આવે છે.

પોલીસે જણાવ્યું હતું કે સમાજમાં શાંતિ, સુરક્ષા અને કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ભવિષ્યમાં પણ આવા તત્વો સામે કડક પગલાં લેવામાં આવશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai


 rajesh pande