પોરબંદરમાં ભાગીદારીમાં ટેક્સી ન આપતા ડ્રાઈવર પર હુમલો
પોરબંદર, 08 જૂન (હિ.સ.) : પોરબંદરના બોખીરા વિસ્તારમાં ભાગીદારીમાં ટેક્સીનો ધંધો કરવાની વાતને લઈને થયેલા મનદુઃખના કારણે ડ્રાઈવર પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. આ અંગે પોલીસે ત્રણ શખ્સો સહિત બે અજાણ્યા વ્યક્તિઓ સામે ગુનો નોંધ
પોરબંદરમાં ભાગીદારીમાં ટેક્સી ન આપતા ડ્રાઈવર પર હુમલો


પોરબંદર, 08 જૂન (હિ.સ.) : પોરબંદરના બોખીરા વિસ્તારમાં ભાગીદારીમાં ટેક્સીનો ધંધો કરવાની વાતને લઈને થયેલા મનદુઃખના કારણે ડ્રાઈવર પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. આ અંગે પોલીસે ત્રણ શખ્સો સહિત બે અજાણ્યા વ્યક્તિઓ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.ફરિયાદી હિતેશ ડાયાભાઈ કોરીયા (ઉ.વ. 40), રહે.આવાસ યોજના, બ્લોક નં. 36, રૂમ નં. 34, બોખીરા, પોરબંદર, ડ્રાઈવિંગનો વ્યવસાય કરે છે. ફરિયાદ મુજબ આરોપી નિલેષ ઉર્ફે પીલો રામા ખુંટી અને સુનીલ ઉર્ફે સુન્યો જયેશ થાનકી, બંને રહે. તુંબડા, બોખીરા તેમજ અન્ય બે અજાણ્યા શખ્સોએ તેમના પર હુમલો કર્યો હતો.

બનાવ બોખીરા કે.કે.નગરથી કુછડી જતાં રોડ ઉપર રબારી કેડા સામે બન્યો હતો. ફરિયાદ મુજબ આરોપી વનલેશ ખુંટીએ અગાઉ ફરિયાદીને ભાગીદારીમાં ટેક્સીનો ધંધો કરવાની ઓફર કરી હતી. પરંતુ ફરિયાદીએ ડ્રાઈવિંગની નોકરી કરવી હોવાથી આ ઓફરનો ઈનકાર કર્યો હતો. આ બાબતનું મનદુઃખ રાખીને આરોપીઓએ હુમલો કર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.ફરિયાદ અનુસાર આરોપીઓએ લોખંડના પાઈપ વડે હુમલો કરી ફરિયાદીના ડાબા હાથ અને ડાબા પગમાં ગંભીર ઈજાઓ પહોંચાડી ફ્રેક્ચર કર્યા હતા. ઉપરાંત જમણા હાથ અને પગમાં પણ મુઢ ઈજાઓ પહોંચાડી હતી. હુમલા દરમિયાન આરોપીઓએ ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી.

આ બનાવ અંગે પોલીસે સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી આરોપીઓની શોધખોળ તથા વધુ તપાસ શરૂ કરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande