રાજ્યસભા માટે ભાજપના ચારેય ઉમેદવારોએ વિજય મુહૂર્તમાં વિધાનસભા ખાતે નામાંકન પત્રક ભર્યું
ગાંધીનગર,08 જૂન (હિ.સ.) રાજ્યસભાની દ્રિ-વાર્ષિક ચુંટણી અંતર્ગત ગુજરાતની ચાર રાજ્યસભા બેઠકો માટે ભારતીય જનતા પાર્ટીના ચારેય ઉમેદવાર રાજુ શુક્લ, માનસિંહ પરમાર, મુકેશ રાઠવા અને જીતેન્દ્ર કંણઝારિયાએ આજે ગુજરાત વિધાનસભા ખાતે નામાંકન પત્રક ભર્યું હતું
All four BJP candidates for the Rajya Sabha filed their nomination papers


ગાંધીનગર,08 જૂન (હિ.સ.) રાજ્યસભાની દ્રિ-વાર્ષિક ચુંટણી અંતર્ગત ગુજરાતની ચાર રાજ્યસભા બેઠકો માટે ભારતીય જનતા પાર્ટીના ચારેય ઉમેદવાર રાજુ શુક્લ, માનસિંહ પરમાર, મુકેશ રાઠવા અને જીતેન્દ્ર કંણઝારિયાએ આજે ગુજરાત વિધાનસભા ખાતે નામાંકન પત્રક ભર્યું હતું.

ગુજરાતની રાજ્યસભાની 11માંથી ખાલી પડેલી 4 બેઠકો પર 18 જૂને ચૂંટણી યોજાવાની છે. આજે ઉમેદવારી માટેનો અંતિમ દિવસ હોય ભાજપ દ્વારા જાહેર કરાયેલા ચારેય ઉમેદવારોએ વિજય મુહૂર્તમાં ફોર્મ ભર્યા હતા. સંખ્યાબળ જોતા ભાજપના ચારેય ઉમેદવારોની જીત નિશ્ચિત મનાઈ રહી છે.

આ પ્રસંગે મુખ્યમંત્રીભુપેન્દ્ર પટેલ, ભાજપા પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકર, વિધાનસભાના ઉપાધ્યક્ષ પૂર્ણેશ મોદી, રાજ્ય સરકારના મંત્રીઓ, સહિતના આગેવાનઓ ઉપસ્થિત રહ્યાં હતાં.કોઈ મોટો ઉલટફેર થાય નહીં તો ચારેય બેઠક પર જીત નિશ્ચિત, ઈતિહાસમાં પ્રથમવાર કોંગ્રેસનો એકપણ સભ્ય નહીં હોય.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande