વિસનગરમાં ભાજપ નગરસેવકે, વહેલી સવારે ટ્રેન નીચે પડતું મૂકી જીવન ટૂંકાવ્યું, શરીરના બે ટૂકડા થયા
- નગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર-1 માંથી બિનહરીફ વિજેતા વિસનગર/અમદાવાદ,08 જૂન (હિ.સ.) વિસનગરમાં ભાજપ નગરસેવકે વહેલી સવારે ટ્રેન નીચે પડતું મૂકી જીવન ટૂંકાવ્યું, તેના શરીરના બે ટૂકડા થઈ ગયા. વિસનગરના વોર્ડ નંબર-1ના ભાજપ નગરસેવક દીપક મોદીએ, વ
BJP corporator in Visnagar ended his life by falling under a train in the early morning


- નગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર-1 માંથી બિનહરીફ વિજેતા

વિસનગર/અમદાવાદ,08 જૂન (હિ.સ.) વિસનગરમાં ભાજપ નગરસેવકે વહેલી સવારે ટ્રેન નીચે પડતું મૂકી જીવન ટૂંકાવ્યું, તેના શરીરના બે ટૂકડા થઈ ગયા.

વિસનગરના વોર્ડ નંબર-1ના ભાજપ નગરસેવક દીપક મોદીએ, વહેલી સવારે ટ્રેન નીચે પડતું મૂકી આપઘાત કર્યો છે. તેઓ કાંસા એન.એ.વિસ્તારની ગણેશનગર સોસાયટીમાં રહેતા હતા. આ ઘટનામાં ટ્રેન નીચે આવી જવાથી તેમના શરીરના બે ટૂકડા થઈ ગયા હતા.

પ્રાથમિક માહિતી મુજબ, દીપક મોદીએ વહેલી સવારે વરેઠા-ગાંધીનગર પેસેન્જર ટ્રેન નીચે પડતું મૂકી આત્મહત્યા કરી હતી. આ ઘટના પટણી દરવાજાથી માટેલ હોટલ તરફ જતા માર્ગ પર આવેલા સ્મશાન નજીકના નાળા પાસે બની હતી.

દીપક મોદી વિસનગર નગરપાલિકાની તાજેતરની ચૂંટણીમાં વોર્ડ નંબર-1માંથી બિનહરીફ વિજેતા બન્યા હતા. તેમને પાલિકામાં પક્ષના નેતા તરીકે પણ નિયુક્ત કરવામાં આવ્યા હતા.

54 વર્ષના દીપક મોદી, એક સેવાભાવી અને સક્રિય વ્યક્તિત્વ ધરાવતા અગ્રણી હતા, તેઓ આરએસએસ ના સભ્ય તરીકે પણ જોડાયેલા હતા. તેમના પરિવારમાં એક દીકરી અને બે દીકરા એમ કુલ ત્રણ સંતાન છે.

દીપકભાઈ મહિલા સખી મંડળ અને ગૃહ ઉદ્યોગના સંચાલન સાથે જોડાઈને, મહિલા સશક્તિકરણ અને સ્થાનિક રોજગારીને પ્રોત્સાહન આપવામાં મહત્વનું યોગદાન આપી રહ્યા હતા. જ્યારે તેમના પત્ની ભારતી મોદી કાંસા.એન.એ પંચાયતમાં સભ્ય તરીકે સેવા કરી ચૂક્યા છે.

ઘટનાની જાણ થતાં મોટી સંખ્યામાં સ્થાનિક લોકો અને તેમના પરિચિતો ઘટનાસ્થળે પહોંચ્યા હતા.

પોલીસે તાત્કાલિક સ્થળ પર પહોંચી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો હતો.ઘટનાની જાણ થતાં મોટી સંખ્યામાં સ્થાનિક લોકો અને પરિચિતો ઘટનાસ્થળે પહોંચ્યા

હાલ પોલીસે પંચનામુ કરી લાશને વિસનગર સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવી છે. જેની જાણ થતાં ભાજપના પ્રમુખ, શહેર ભાજપ પ્રમુખ, નગરસેવકો તેમજ ભાજપના કાર્યકરો ઉમટી પડ્યા હતા.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande