




-મસ્જિદમાં બનાવેલું વજુખાનુ સહિતના દબાણો ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે તોડી પાડવામાં આવ્યા
-જુમ્મા (જામા) મસ્જિદ જૈન સમળી વિહાર મંદિર હોવાના દાવા 6 મહિનાથી ચાલી રહ્યા છે
-આંદોલનના પગલે આખરે જ (જામા) મસ્જિદનો એક ધ્વાર 700 વર્ષ બાદ બંધ અને દબાણો દૂર કરાતા રોષ
ભરૂચ 08 જૂન (હિ.સ.) ભરૂચ જિલ્લાની રાષ્ટ્રીય ધરોહર ગણાતી જુમ્મા (જામા) મસ્જિદ 700 વર્ષ પહેલા સમળી જૈન વિહાર હોવાના આક્ષેપ સાથે સંતો, મહંતોના આંદોલન બાદ આખરે જુમ્મા (જામા) મસ્જિદમાં આજે સવારથી જ પુરાતત્વ વિભાગની મંજુરી વગર વજુખાનુ તેમજ એક ધ્વાર કાયમ માટે પાટીયા મારી સીલ કરી દેવાની કામગીરીના પગલે જુમ્મા (જામા) મસ્જિદના વિવાદને લઈ ટ્રસ્ટીઓએ કાયદાકીય રીતે લડત આપવા માટે હાઈકોર્ટ અને સુપ્રિમ કોર્ટ સુધીના ધ્વાર ખખડાવવાની કવાયત કરી હોવાના અહેવાલો મળી રહયા છે.
ભરૂચ લાલબજાર નજીક રાષ્ટ્રીય ધરોહર જુમ્મા (જામા) મસ્જિદ આવેલી છે અને આ મસ્જિદને ગુજરાતીમાં જુમ્મા મસ્જિદ અને ઉર્દૂમાં જામા મસ્જિદ કહેવાય છે અને આ મસ્જિદમાં શુક્રવારની જુમ્માની નમાઝનું મહત્વ હોવાના કારણે દર શુક્રવારે જુમ્માની નમાઝ અદા કરવા માટે મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો નમાઝ અદા કરી ઈબાદત કરતાં હોય છે. પરંતુ આ રાષ્ટ્રીય ધરોહર ભારીતય પુરાતત્વ વિભાગના નિયમ વિરુધ્ધ સંકલન ચાલતું હોય તેવા આક્ષેપ સાથે રાષ્ટ્રીય ધરોહરની એક ચાવી મુસ્લિમ બિરદારો પાસે રહે છે અને તેમાં ગેરકાયદેસર રીતે નાનુ અને મોટું વજુખાનુ બનાવેલા છે મુસ્લિમ ધર્મના ઈસ્લામીક ધાર્મિક પુસ્તકોની લાયબેરી બનાવેલી છે. જુમ્મા (જામા) મસ્જિદમાં લાઈટ પંખા, એર કુલર સહિતની સુવિધા ઉભી કરી છે. 15 થી વધુ મઝારનું ગેરકાયદેસર કબ્રસ્તાન ઉભુ કરાયું છે. અજાન અને અન્ય પ્રવૃતિ માટે લાઉડ સ્પીકર મુકવામાં આવ્યા છે રાત્રી દરમ્યાન જુમ્મા (જામા) મસ્જિદમાં એક વ્યકિત રાત્રે રોકાણ કરે છે. ગેરકાયદેસર ટોયલેટ–બાથરૂમ બનાવ્યા છે. ગેરકાયદેસર પાણીના કનેકશન બોરીંગ કરેલ છે. ગેરકાયદેસર રીતે વિજળીનું કનેકશન ચાલે છે. ધરોહરની આજુબાજુમાં 100 મીટરના પ્રતિબંધીત ક્ષેત્રમાં ગેરકાયદેસર મકાનોના બાંધકામ થયેલા છે. જુમ્મા (જામા) મસ્જિદની ધરોહરમાં પાણીના કુવામાં અને નીચે આવેલા રૂમમાં સનાતન હિન્દુ ધર્મની પ્રતિમાઓ ગંદકી વચ્ચે અપમાન જનક સ્થિતિમાં છે અને રાષ્ટ્રીય ધરોહરમાં કોઈપણ પ્રકારના નિયમોનું નિર્ધારણ કર્યા વગર નમાઝ અદા કરવામાં આવે છે તેવા વિવિધ મુદા ઉપર છેલ્લા 6 માસથી મહારાષ્ટ્રીયન ચક્રધર સ્વામીના અનુયાયીઓ અને મુકતાનંદ સ્વામી સહિતના સંતો મહંતોએ જુમ્મા (જામા) મસ્જિદને મૂળ સ્થિતિમાં લાવવા અને જુમ્મા (જામા) મસ્જિદને જૈન સમળી વિહાર મંદિર તરીકે પ્રસ્થાપિત કરવાની માંગ સાથે આંદોલન કરી રહયા હોય અને આગામી 15મી જુનના રોજ હજારોની સંખ્યામાં લોકો હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે એકત્ર થઈ રેલી સ્વરૂપે નિકળી કલેકટર કચેરી ખાતે પહોંચી અત્યાર સુધી થયેલા સહી ઝુંબેશ (હસ્તાક્ષર) સહીતના દસ્તાવેજો આવેદનપત્ર પાઠવનાર હોવાનું પણ મુકતાનંદ સ્વામીએ કહયું હતું.
મુસ્લિમ બિરાદરોએ પણ સહી ઝુબેશમાં સહકાર આપ્યો છે મુકતાનંદ સ્વામી
જુમ્મા (જામા) મસ્જિદને મૂળ સ્થિતિમાં એટલે સમળી જૈન વિહાર માટે ભરૂચમાં પાંચ દિવસ માટે સહી ઝુંબેશ કરાઈ હતી અને તેમાં ભરૂચના મુસ્લિમ નાગરિકોએ પણ પોતાના હસ્તાક્ષરો કરી સહકાર આપ્યો છે અને તે અંગેના વિડીયો પણ છે. જુમ્મા (જામા) મસ્જિદ મૂળ સ્થિતિમાં આવે તે મૂળ હેતુ હોવાનું મુકતાનંદ સ્વામીએ કહયું હતું.
મેં મારા ભૂતકાળનું પિંડદાન કરી નાખ્યું છે મુકતાનંદ સ્વામી
મારો ભૂતકાળ હું ભૂલી ગયો છું અને સાંસારીકમાંથી સંન્યાસી બની ગયો છું અને મેં મારા ભુતકાળનું પિંડદાન કરી નાખ્યું છે અને હવે હું ભાવેશ પટેલ નહી પણ મુકતાનંદ સ્વામી તરીકે મારી ઓળખ છે પરંતુ કેટલાંક લોકો આ મસ્જિદને લઈ ખોટી રીતે મારા ભૂતકાળને વગોવી રહયા છે અને હું આજે પણ મુકતાનંદ સ્વામી છું.
જુમ્મા (જામા) મસ્જિદમાં પુરાતત્વ વિભાગે નોટીસ આપ્યા વિના કામગીરી કરી રહયા છે અમો કાયદાકીય રીતે લડત આપીશું મૌલાના કુરેશી (જુમ્મા (જામા) મસ્જિદ પ્રમુખ)
જુમ્મા (જામા) મસ્જિદમાં શુક્રવારની નમાઝ મુસ્લિમ બિરાદરો કરે છે અને જે તે સમયે નામદાર કોર્ટના આદેશો બાદ ટ્રસ્ટીઓની પણ નિમણુંકી થઈ હતી અને ત્યારથી સંચાલન ચાલે છે પરંતુ છેલ્લા 6 મહિનાથી ખોટો વિવાદ ઉભો કરાયો છે. પુરાતત્વ વિભાગે નોટીસ આપ્યા વગરની કામગીરી ચાલુ કરી છે અને આ બાબતે અમો ટ્રસ્ટીઓ ધ્વારા વકીલના સલાહ સુચન મુજબ નામદાર હાઈકોર્ટ અને સુપ્રિમ કોર્ટ સુધી અમારો પક્ષ મુકી ન્યાયના હિતમાં નિર્ણય આવે તેવા પ્રયાસો કરી રહયા છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ