
ભાવનગર, 08 જૂન (હિ.સ.) : નવા શૈક્ષણિક સત્રની શરૂઆત સાથે શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં આવેલી સ્ટેશનરીની દુકાનો પર ભારે ચહલપહલ જોવા મળી રહી છે. નવા શૈક્ષણિક વર્ષ માટે જરૂરી પુસ્તકો, નોટબુક, સ્કૂલ બેગ, પેન, પેન્સિલ, કલર બોક્સ સહિતની વિવિધ શૈક્ષણિક સામગ્રી ખરીદવા માટે વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ મોટી સંખ્યામાં દુકાનોની મુલાકાત લઈ રહ્યા છે. પરિણામે અનેક સ્ટેશનરી દુકાનો પર સવારથી સાંજ સુધી લાંબી કતારો અને ખરીદદારોની ભીડ જોવા મળી રહી છે. શાળાઓમાં પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ થતાં જ વિદ્યાર્થીઓ નવા અભ્યાસક્રમ માટે તૈયારીઓ શરૂ કરી રહ્યા છે. વાલીઓ પણ પોતાના બાળકોને જરૂરી શૈક્ષણિક સામગ્રી સમયસર મળી રહે તે માટે ખરીદીમાં વ્યસ્ત બન્યા છે.
વિદ્યાર્થીઓમાં નવી ડિઝાઇનની નોટબુક, આકર્ષક સ્કૂલ બેગ અને વિવિધ પ્રકારની સ્ટેશનરી સામગ્રી ની વિશેષ ખરીદી કરવામાં આવી રહી છે, ખાસ કરીને ગત વર્ષની સરખામણીએ આ વર્ષે નોટબુકના ભાવમાં પાંચથી દસ ટકાનો વધારો થયો હોવાનું વેપારીઓ જણાવી રહ્યા છે. વધતી માંગને ધ્યાનમાં રાખીને દુકાનદારો દ્વારા પણ પૂરતો સ્ટોક ઉપલબ્ધ રાખવામાં આવ્યો છે. પુસ્તકો અને સ્ટેશનરીની અછત ન સર્જાય તે માટે અગાઉથી જ તૈયારી કરવામાં આવી હોવાનું વેપારીઓ જણાવી રહ્યા છે.નવા શૈક્ષણિક સત્રના આગમન સાથે સ્ટેશનરીની દુકાનો પર ખરીદીનો માહોલ જામ્યો છે. વહેલી સવારથી જ વિદ્યાર્થીઓ અને વાલીઓ અલગ અલગ સ્ટેશનરીની ખરીદી કરવા માટે હજારોમાં જોવા મળી રહ્યા છે.
આ અંગે સ્ટેશનરીની દુકાન ધરાવતા નિલેશભાઈએ જણાવ્યું કે આ વર્ષે ઉનાળુ વેકેશન ખુલ્લુ છે જેના કારણે આજે વહેલી સવારથી જ વાલીઓ તેમજ વિદ્યાર્થીઓની ભીડ જોવા મળી રહી છે અલગ અલગ સ્ટેશનરીની ખરીદી લોકો કરી રહ્યા છે ખાસ કરીને આ વર્ષે નોટબુકના ભાવમાં પાંચથી દસ ટકા નો વધારો થયો છે જ્યારે અન્ય સ્ટેશનરીના ભાવ ગત વર્ષની સરખામણીએ સરખા જ જોવા મળી રહ્યા છે આજે સૌથી વધુ પાઠ્યપુસ્તક અને નોટબુક ની ખરીદી થઈ રહી છે.
આ અંગે સ્ટેશનરીની દુકાન ધરાવતા અશ્વિનભાઈએ જણાવ્યું કે આજથી શાળાઓમાં ઉનાળુ વેકેશન ખુલ્યું છે જેથી વાલીઓ અને વિદ્યાર્થીઓ સવારથી જ અલગ અલગ સ્ટેશનરીની ખરીદી કરી રહ્યા છે અને લાંબી ભીડ પણ જોવા મળી રહી છે. અન્ય સ્ટેશનરી ની સરખામણીએ નોટબુકના ભાવમાં ગત વર્ષની સરખામણીએ 10% જેટલો વધારો થયો છે જ્યારે અન્ય સ્ટેશનરીના ભાવ ગત વર્ષની જેમ સામાન્ય જોવા મળી રહ્યા છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA