ખેડૂતપુત્ર કૃષ્ણભાઈ શિયાળે વર્લ્ડ યોગાસન સ્પોર્ટ્સ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીતી ગુજરાતનું ગૌરવ વધાર્યું
ભાવનગર, 08 જૂન (હિ.સ.) : ગુજરાતના ભાવનગર જિલ્લાના માથાવડા ગામ માટે ગૌરવની ક્ષણ સર્જાઈ છે. ગામના વતની અને ખેડૂતપુત્ર કૃષ્ણભાઈ માવજીભાઈ શિયાળે હાલમાં યોજાઈ રહેલી પેલી વર્લ્ડ યોગાસન સ્પોર્ટ્સ ચેમ્પિયનશિપમાં શાનદાર પ્રદર્શન કરીને ગોલ્ડ મેડલ પોતાના નામે
ગોલ્ડ મેડલ મેળવનાર યુવક


ભાવનગર, 08 જૂન (હિ.સ.) : ગુજરાતના ભાવનગર જિલ્લાના માથાવડા ગામ માટે ગૌરવની ક્ષણ સર્જાઈ છે. ગામના વતની અને ખેડૂતપુત્ર કૃષ્ણભાઈ માવજીભાઈ શિયાળે હાલમાં યોજાઈ રહેલી પેલી વર્લ્ડ યોગાસન સ્પોર્ટ્સ ચેમ્પિયનશિપમાં શાનદાર પ્રદર્શન કરીને ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો છે. SENIOR-A વયજૂથની FORWARD BEND INDIVIDUAL ઇવેન્ટમાં ભાગ લઈને તેમણે વિવિધ દેશોના પ્રતિસ્પર્ધીઓને પાછળ રાખી વિશ્વ વિજેતા બનવાનો ગૌરવ પ્રાપ્ત કર્યો છે.

કૃષ્ણભાઈની આ સિદ્ધિ માત્ર તેમના પરિવાર માટે જ નહીં, પરંતુ સમગ્ર માથાવડા ગામ, ભાવનગર જિલ્લો, ગુજરાત અને દેશ માટે ગર્વની બાબત બની છે. સામાન્ય ખેડૂત પરિવારમાં જન્મેલા કૃષ્ણભાઈએ પોતાના અથાગ પરિશ્રમ, નિયમિત અભ્યાસ અને મજબૂત સંકલ્પના બળે આંતરરાષ્ટ્રીય મંચ પર સફળતા મેળવી છે. તેમના પિતા ખેતીના વ્યવસાય સાથે જોડાયેલા છે અને દિવસ-રાત મહેનત કરીને પરિવારનું ભરણપોષણ કરે છે. પિતાની મહેનત અને સંસ્કારોથી પ્રેરાઈ કૃષ્ણભાઈએ પણ પોતાના જીવનમાં શિસ્ત અને સમર્પણને સ્થાન આપ્યું.

યોગાસન ક્ષેત્રે આગળ વધવા માટે તેમણે વર્ષો સુધી સતત તાલીમ લીધી હતી. અનેક રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરની સ્પર્ધાઓમાં સફળતા મેળવ્યા બાદ હવે તેમણે વિશ્વ સ્તરે ગોલ્ડ મેડલ જીતી પોતાની પ્રતિભાનો પરિચય કરાવ્યો છે. તેમની આ સિદ્ધિ યુવાનો માટે પ્રેરણારૂપ બની છે અને દર્શાવે છે કે ગામડાંમાંથી પણ વૈશ્વિક કક્ષાની સફળતા મેળવી શકાય છે.

કૃષ્ણભાઈ શિયાળની આ ઐતિહાસિક જીત બાદ ગામમાં આનંદ અને ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. પરિવારજનો, મિત્રો, ગામલોકો તેમજ વિવિધ સામાજિક અને શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા તેમને અભિનંદન પાઠવવામાં આવી રહ્યા છે. તેમની આ સિદ્ધિએ સાબિત કર્યું છે કે મહેનત, સમર્પણ અને આત્મવિશ્વાસના બળે કોઈપણ વ્યક્તિ વિશ્વના મંચ પર દેશનું નામ રોશન કરી શકે છે. કૃષ્ણભાઈએ ખરેખર ગુજરાત અને ભારતનું ગૌરવ વધાર્યું છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA


 rajesh pande