જાયન્ટ્સ ગ્રુપ ઓફ બોટાદ સાહેલી દ્વારા બોટાદ મુક્તિધામ ખાતે સોલાર યુક્ત પક્ષી પાણી પરબનું લોકાર્પણ
બોટાદ, 08 જૂન (હિ.સ.)બોટાદના ગૌરવરૂપ અને હરિયાળાં તીર્થધામ સમાન મુક્તિધામ ખાતે જીવદયા અને પર્યાવરણ પ્રત્યેની સંવેદનાને વધુ મજબૂત બનાવતો એક સુંદર ઉપક્રમ હાથ ધરવામાં આવ્યો છે. જાયન્ટ્સ ગ્રુપ ઓફ બોટાદ સાહેલી દ્વારા મુક્તિધામ પરિસરમાં પક્ષીઓ માટે સોલાર
સોલાર યુક્ત પક્ષી પાણી પરબ


બોટાદ, 08 જૂન (હિ.સ.)બોટાદના ગૌરવરૂપ અને હરિયાળાં તીર્થધામ સમાન મુક્તિધામ ખાતે જીવદયા અને પર્યાવરણ પ્રત્યેની સંવેદનાને વધુ મજબૂત બનાવતો એક સુંદર ઉપક્રમ હાથ ધરવામાં આવ્યો છે. જાયન્ટ્સ ગ્રુપ ઓફ બોટાદ સાહેલી દ્વારા મુક્તિધામ પરિસરમાં પક્ષીઓ માટે સોલાર યુક્ત પાણી પરબની સ્થાપના કરવામાં આવી છે. આ પરબ સ્વ. શાંતાબેન જગજીવનદાસ ગોરેચાના પવિત્ર સ્મરણાર્થે હરેશભાઈ અંબાસણા પરિવાર (ગઢડા સ્વામીનાં)ના સૌજન્યથી ભેટરૂપે અર્પણ કરવામાં આવ્યું છે.

બોટાદ મુક્તિધામ આજે સમગ્ર ગુજરાતમાં એક આદર્શ અને સુંદર તીર્થધામ તરીકે ઓળખાય છે. વિવિધ સમાજો, સંસ્થાઓ અને શહેરજનોના સહકારથી નિર્માણ પામેલા આ મુક્તિધામના વિકાસમાં જાયન્ટ્સ ગ્રુપ ઓફ બોટાદના મુક્તિધામના સ્વપ્નદ્રષ્ટા સ્વ. સી. એલ. ભીકડીયાના અથાગ પરિશ્રમ અને દ્રષ્ટિનો મહત્વનો ફાળો રહ્યો છે. તેમના પ્રયાસોથી મુક્તિધામ માત્ર અંતિમ સંસ્કારનું સ્થળ નહીં, પરંતુ હરિયાળી, સ્વચ્છતા અને માનવતાના મૂલ્યોનું પ્રતીક બની ગયું છે.

ઉનાળાની ગરમીમાં પક્ષીઓને પીવાના પાણીની ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આવા સમયમાં સોલાર યુક્ત પાણી પરબ દ્વારા પક્ષીઓને સતત ઠંડું અને સ્વચ્છ પાણી ઉપલબ્ધ રહેશે. આ વ્યવસ્થા પક્ષીઓ માટે આશીર્વાદરૂપ સાબિત થશે અને પર્યાવરણ પ્રત્યેની જવાબદારીનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડશે.

આ પ્રસંગે ઉપસ્થિત આગેવાનો અને સમાજસેવકોએ જણાવ્યું હતું કે જીવદયા એ ભારતીય સંસ્કૃતિનું અભિન્ન અંગ છે. નિઃસ્વાર્થ ભાવથી કરવામાં આવતી આવી સેવાકીય પ્રવૃત્તિઓ સમાજમાં કરુણા અને સંવેદનાના સંસ્કારોનું સિંચન કરે છે. પક્ષીઓ માટે પાણીની વ્યવસ્થા કરીને “જીવદયા એ જ પ્રભુ સેવા”ના સૂત્રને સાચા અર્થમાં સાકાર કરવામાં આવ્યું છે.

આ પહેલ બદલ હરેશભાઈ અંબાસણા પરિવાર તથા જાયન્ટ્સ ગ્રુપ ઓફ બોટાદ સાહેલીને શહેરજનો દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA


 rajesh pande