
ગીર સોમનાથ, 08 જૂન (હિ.સ.) ગિર સોમનાથ જીલ્લા માં ચોમાસામાં પહેલા મગફળી નું આગોતરૂ વાવેતર ગયા વર્ષ ગિર સોમનાથ જિલ્લાના માં પુષ્કળ પ્રમાણ માં વરસાદ થયો હતો તેનો ફાયદો ગિર સોમનાથ જિલ્લા માં ઉનાળુ વાવેતર કુવામાં પાણીને લીધે જેવા કે, મગ, અડદ,તલ જેવા ઉત્પાદન સારું એવૂ થયુ હતું. જ્યારે ગિર સોમનાથ જિલ્લામાં ગયા વર્ષ સારા વરસાદને લઈને કુવામા પાણી હોવાથી અમુક વિસ્તારોમાં મગફળીનું આગોતરૂ વાવેતર ખેડૂત તો દ્વારા કરવામાં આવે છે.
ગિર સોમનાથ જિલ્લાના માં મગફળી ના આગોતરૂ વાવેતર થી ઊત્પાદન સારું થાય છે, એક વિઘામા એક ખાડી થી પણ વધારે મગફળીનું ઉત્પાદન ખેડૂતોને થાય છે. તેની સામે ચોમાસામાં દરમિયાન વાવણી ની મગફળીનું ઉત્પાદન ઓછું રહે છે.
હાલ તો મગફળી ના બિયારણ ખાતર દવા ના ભાવ આસમાને પહોંચ્યા છે, તો બિજી બાજૂ ખેડૂતો નુ ઉત્પાદન થાય ત્યારે ભાવ ટૂટે છે ત્યારે ખેડૂતોને મુસકેલી નો સામનો કરવાનો વારો આવે છે ખેડુતો નું કહેવું છે કે ખેતી મોઘી થઈ.
જ્યારે પાણીવાળા વિસ્તારોમાં અગોતરા મગફળીના વાવેતર થી ,ઉત્પાદન સારું થાય અને પાક પણ વહેલા આવી જાય ત્યારે શિયાળુ વાવેતર પણ ઝડપથી થઈ શકે છે જેથી કરી ખેડૂતો ઉનાળુ વાવેતરમાં પણ તેનો ફાયદો લઈ શકે.
હાલ તો ગીર સોમનાથ જિલ્લામાં મગફળી આગોતરની વાવણી પૂર જોશમાં ચાલી રહી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ