સોમનાથ સમસ્ત કોળી સમાજ આયોજિત શ્રીમદ ભાગવત સપ્તાહ, આજે ભક્તિ એને ઉત્સાહ સાથે સમાપન
ગીર સોમનાથ 8 જૂન (હિ.સ.) સોમનાથના હિરણ નદીને કાંઠે સમસ્ત કોળી સમાજ દ્વારા કોળી સમાજના અતિથિભવનના લાભાર્થે તારીખ 2- 6- 2026 થી યોજાયેલી શ્રીમદ ભાગવત સપ્તાહ આજે તારીખ 8- 6 -2020 ના રોજ સાંજે ભવ્ય અને દિવ્ય ભક્તિ ભર્યા વાતાવરણમાં પુણૉહૂતિ થશે. કથા દરમ
સોમનાથ સમસ્ત કોળી સમાજ આયોજિત શ્રીમદ ભાગવત સપ્તાહ


ગીર સોમનાથ 8 જૂન (હિ.સ.) સોમનાથના હિરણ નદીને કાંઠે સમસ્ત કોળી સમાજ દ્વારા કોળી સમાજના અતિથિભવનના લાભાર્થે તારીખ 2- 6- 2026 થી યોજાયેલી શ્રીમદ ભાગવત સપ્તાહ આજે તારીખ 8- 6 -2020 ના રોજ સાંજે ભવ્ય અને દિવ્ય ભક્તિ ભર્યા વાતાવરણમાં પુણૉહૂતિ થશે. કથા દરમિયાન રાજ્યભરમાંથી કોળી સમાજના આગેવાનો, સાંસદો ,ધારાસભ્યો અને માંધાતાગ્રુપ પરિવારે કથા શ્રવણ કરી યોગદાન આપ્યું હતું. વ્યાસપીઠ ઉપરથી ભાગવત વક્તા પાર્થભાઈ જાની શાસ્ત્રીજીએ કથા દરમ્યાન રૂકમણી વિવાહ ,વામન અવતાર, નૃસિંહ જન્મ,રામ જન્મ, સહિત અનેક ધાર્મિક પ્રસંગો પોતાની સરળ અને સૌને સમજાય તેવી ભાષા અને શૈલીમાં રજૂ કરી શ્રોતાઓને કથા રસ તરબોળ કરી દીધા હતા.

શાસ્ત્રીજીએ કથા પ્રસંગમાં જણાવ્યું હતું કે, જીવનમાં સુખી થવું હોય તો ગુસ્સો છોડો અને થોડું ચલાવી લેતા શીખો તેમજ બુદ્ધિનું જ્યાં કામ ન હોય ત્યાં ન વાપરો તેણે દ્રષ્ટાંત આપતા જણાવ્યું કે વિદેશમાં એક વૈજ્ઞાનિક પોતાના વિચાર લખતા કહ્યું હતું કે હે ભગવાન મને આવતા જન્મમાં એટલી બધી બુદ્ધિ ના આપતો કે મારું જીવન ના 24 કલાક તેમા જ જાય દિવ્યવાણી આગળ વધારતાં શાસ્ત્રીજીએ કહ્યું કે સાધુ, સંત જ્યારે સામેથી તમારી સામે આવે ત્યારે તમારા જીવનનો પુણ્યોદય ગણજો.

કથા વિરામના પૂર્વ દિવસે જુનાગઢ સાંસદ રાજેશ ચુડાસમાએ પણ કથા શ્રવણનો લાભ લીધો હતો અને જ્ઞાતિ સમાજના આગેવાનો અને યુવકોએ અતિથિ ભવન નિર્માણની કરેલી યોજનાને બિરદાવી હતી કથામાં પ્રસંગોપાત ભજન - રાસગરબા અને પૌરાણિક વિવિધ પાત્રની વેશભૂષા રજૂ કરી કથા મહાત્મય સમજાવવામાં આવ્યું હતું કથાના પ્રથમ દિવસથી સમાપન સુઘી ઠેરઠેરથી ભાવિકોનો સમંદર છલકાયો હતો અને પ્રભાસ -પાટણ કોળી સમાજે કરેલી વ્યવસ્થાઓને તથા ઉદ્દેશને બિરાદિવ્યો હતો

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande