વિરોદર ગામની વાડીમાંથી નર દીપડાનું સફળ રેસ્ક્યુ, અમરાપુર એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડાયો
ગીર સોમનાથ, 08 જૂન (હિ.સ.) : ગીર-સોમનાથ જિલ્લાના સુત્રાપાડા રાઉન્ડ હેઠળના પ્રાચી બીટ વિસ્તારમાં આવેલ વિરોદર ગામમાં આજે એક નર દીપડાનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. પ્રાપ્ત માહિતી મુજબ વિરોદર ગામે ખેડૂત નીમાલિકીની વાડી વિસ્તારમાં દીપડા
વિરોદર ગામની વાડીમાંથી નર દીપડાનું સફળ રેસ્ક્યુ


ગીર સોમનાથ, 08 જૂન (હિ.સ.) : ગીર-સોમનાથ જિલ્લાના સુત્રાપાડા રાઉન્ડ હેઠળના પ્રાચી બીટ વિસ્તારમાં આવેલ વિરોદર ગામમાં આજે એક નર દીપડાનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. પ્રાપ્ત માહિતી મુજબ વિરોદર ગામે

ખેડૂત નીમાલિકીની વાડી વિસ્તારમાં દીપડાની હાજરી અંગે જાણ થતાં વન વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી.

વન વિભાગના રાઉન્ડ સ્ટાફ દ્વારા સાવચેતીપૂર્વક કામગીરી હાથ ધરી અંદાજિત 5 થી 9 વર્ષ વયના નર દીપડાને સુરક્ષિત રીતે કબ્જે કરવામાં આવ્યો હતો. રેસ્ક્યુ દરમિયાન તમામ જરૂરી તકેદારી રાખવામાં આવી હતી. જેથી દીપડાને કોઈ પ્રકારની ઈજા ન પહોંચે તેમજ સ્થાનિક લોકોની સુરક્ષા પણ જળવાઈ રહે. કબ્જે કરાયેલ દીપડાને વધુ નિરીક્ષણ, આરોગ્ય તપાસ અને જરૂરી સંભાળ માટે અમરાપુર સ્થિત એનિમલ કેર સેન્ટર ખાતે મોકલી આપવામાં આવ્યો છે. વન વિભાગની સમયસર અને સતર્ક કામગીરીને કારણે રેસ્ક્યુ કામગીરી સફળતાપૂર્વક પૂર્ણ થઈ હતી.

વન વિભાગે સ્થાનિક લોકોને અપીલ કરી છે કે જંગલી પ્રાણીઓ દેખાય ત્યારે ગભરાટ ફેલાવવાને બદલે તાત્કાલિક વન વિભાગને જાણ કરે અને સુરક્ષિત અંતર જાળવી રાખે, જેથી વન્યજીવો અને માનવ જીવન બંનેની સુરક્ષા સુનિશ્ચિત થઈ શકે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande