માંડવી તાલુકાની જામણકુવા બાર ગ્રામ પંચાયત ખાતે શાળાના બાળકોએ સ્વચ્છતાનો સંદેશ પાઠવ્યો
સુરત, 08 જૂન (હિ.સ.): નાગરિકોના સર્વાંગી સ્વાસ્થ્ય, સુખાકારી અને આદર્શ ગ્રામ પંચાયતની વિભાવનાને ચરિતાર્થ કરવા માટે લોકભાગીદારી થકી સ્વચ્છતા અભિયાન વધુ સક્રિય, વ્યાપક અને પરિણામલક્ષી બને તે માટે રાજય સરકાર દ્વારા વિશેષ સ્વચ્છતા ઝુંબેશનું આયોજન કરવામ
Surat


સુરત, 08 જૂન (હિ.સ.): નાગરિકોના સર્વાંગી સ્વાસ્થ્ય, સુખાકારી અને આદર્શ ગ્રામ પંચાયતની વિભાવનાને ચરિતાર્થ કરવા માટે લોકભાગીદારી થકી સ્વચ્છતા અભિયાન વધુ સક્રિય, વ્યાપક અને પરિણામલક્ષી બને તે માટે રાજય સરકાર દ્વારા વિશેષ સ્વચ્છતા ઝુંબેશનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત માંડવી તાલુકાની જામણકુવા બાર ગ્રામ પંચાયત ખાતે શાળાના બાળકોએ હાથોમાં સ્વચ્છતા જાગૃતિ અંગેના પોસ્ટર સાથે સ્વચ્છતા રેલી યોજી લોકોને રોજીંદા જીવનમાં સ્વચ્છતાના આગ્રહી બનવા તેમજ પોતાના ઘર, શેરી, ફળિયા સહિત ગામ, રાજ્ય અને દેશને સ્વચ્છ રાખવાની હાંકલ કરી હતી. આદર્શ ગ્રામ પંચાયત દ્વારા સ્વચ્છતા અભિયાન દ્વારા અલગ અલગ ઝુંબેશ યોજીને ગ્રામજનોની સુખાકારી માં વધારો થાશે તેવો સ્પસ્ટ હેતુ છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande