જાનબાઈ દેરડી ગામે સાયબર અવેરનેસ કાર્યક્રમ યોજાયો, ગ્રામજનોને ઓનલાઈન ઠગાઈથી બચવા માર્ગદર્શન
અમરેલી,08 જૂન (હિ.સ.)અમરેલી જિલ્લાના લાઠી પોલીસ સ્ટેશન વિસ્તારના જાનબાઈ દેરડી ગામે સાયબર ક્રાઈમ અંગે લોકોમાં જાગૃતિ લાવવા માટે સાયબર અવેરનેસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ગામના મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા અને સા
જાનબાઈ દેરડી ગામે સાયબર અવેરનેસ કાર્યક્રમ યોજાયો, ગ્રામજનોને ઓનલાઈન ઠગાઈથી બચવા માર્ગદર્શન


અમરેલી,08 જૂન (હિ.સ.)અમરેલી જિલ્લાના લાઠી પોલીસ સ્ટેશન વિસ્તારના જાનબાઈ દેરડી ગામે સાયબર ક્રાઈમ અંગે લોકોમાં જાગૃતિ લાવવા માટે સાયબર અવેરનેસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ગામના મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા અને સાયબર સુરક્ષા અંગે વિસ્તૃત માહિતી મેળવી હતી.

કાર્યક્રમ દરમિયાન પોલીસ અધિકારીઓએ ઓનલાઈન છેતરપિંડી, ફેક કોલ, OTP ફ્રોડ, સોશિયલ મીડિયા હેકિંગ, ડિજિટલ અરેસ્ટ જેવા વધતા જતા સાયબર ગુનાઓ વિશે લોકોને માહિતગાર કર્યા હતા. સાથે જ કોઈ અજાણ્યા વ્યક્તિને બેંકની વિગતો, OTP અથવા પાસવર્ડ ન આપવા તેમજ શંકાસ્પદ લિંક પર ક્લિક ન કરવા અંગે સમજ આપવામાં આવી હતી.

ગ્રામજનોને સાયબર સુરક્ષા સંબંધિત માહિતી ધરાવતા પેમ્ફલેટનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. પેમ્ફલેટમાં સાયબર ગુનાની ફરિયાદ માટેના હેલ્પલાઈન નંબર 1930 અને સાયબર ક્રાઈમ પોર્ટલ અંગે માહિતી આપવામાં આવી હતી.

પોલીસ દ્વારા લોકોને ડિજિટલ યુગમાં સતર્ક રહેવા અને કોઈ પણ પ્રકારની ઓનલાઈન છેતરપિંડીનો ભોગ બનતા તરત જ પોલીસને જાણ કરવા અપીલ કરવામાં આવી હતી. કાર્યક્રમને ગ્રામજનોએ આવકારીને સાયબર સુરક્ષા અંગે વધુ જાગૃત બનવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai


 rajesh pande