જૂનાગઢ જિલ્લા રોજગાર કચેરી દ્રારા તા. ૧૦ જૂનના ભરતી મેળો યોજાશે
જૂનાગઢ 8 જૂન (હિ.સ.) જૂનાગઢ જિલ્લા રોજગાર વિનિમય કચેરી, બી વિંગ, પ્રથમ માળ, બહુમાળી ભવન, જૂનાગઢ ખાતે તા. ૧૦ જૂનના ભરતી મેળો યોજાશે. જૂનાગઢ જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્રારા તા. ૧૦ જૂનનાના રોજ સવારે ૧૦-૩૦ કલાકે રોજગારવાંચ્છુ ઉમેદવારો માટે એક ભરત
જૂનાગઢ જિલ્લા રોજગાર કચેરી દ્રારા તા. ૧૦ જૂનના ભરતી મેળો યોજાશે


જૂનાગઢ 8 જૂન (હિ.સ.) જૂનાગઢ જિલ્લા રોજગાર વિનિમય કચેરી, બી વિંગ, પ્રથમ માળ, બહુમાળી ભવન, જૂનાગઢ ખાતે તા. ૧૦ જૂનના ભરતી મેળો યોજાશે.

જૂનાગઢ જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્રારા તા. ૧૦ જૂનનાના રોજ સવારે ૧૦-૩૦ કલાકે રોજગારવાંચ્છુ ઉમેદવારો માટે એક ભરતીમેળાનુ આયોજન કરવામા આવ્યુ છે. જેમાં દાવત બેવરેઝીસ પ્રા.લી. ગોંડલ તથા ઇ.ડિ.એફ. ઇન્ટરનેશનલ નોકરીદાતાઓ હાજર રહેવાના છે. જેમા વિવિધ લાયકાત અને અલગ અલગ જગ્યાઓ માટે ડિપ્લોમા, આઇ.ટી.આઇ. ઇલેક્ટ્રીશીયન, વાયરમેન, ફિટર, ટર્નર જેવા ટ્રેડ ની શૈક્ષણિક લાયકાત ધરાવનાર (૧૮ વર્ષ થી ૪૫ વર્ષ) સુધીના રોજગારવાંચ્છુ ઉમેદવારો માટે ઇન્ટરવ્યુનું આયોજન કરવામાં આવ્યુ છે. આ રોજગાર મેળા દ્વારા જુનાગઢ ના અસંખ્ય યુવાનોને રોજગારી મળી શકશે એવું અનુમાન છે.

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande