
જૂનાગઢ 08 જૂન (હિ.સ.) વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સફળ નેતૃત્વનાં ૧૨ વર્ષની ઉજવણી પ્રજાલક્ષી દ્વારા કરવામાં આવી રહી છે, જે અંતર્ગત જૂનાગઢ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ખાસ પ્લાસ્ટિક પ્રદૂષણ વિશે જાગૃત કેળવાય અને પ્લાસ્ટિકનો મર્યાદિત ઉપયોગ થાય તે માટે પ્લાસ્ટિક સફાઈ અને જન જાગૃતિ માટે ઝુંબેશ હાથ ધરવામાં આવશે.
પ્લાસ્ટિક મુક્ત ગ્રામ્ય દિવસ અંતર્ગત ગ્રામ પંચાયત અને સ્થાનિકોના સહયોગથી રસ્તાની બંને બાજુએ, જાહેર સ્થળો અને બજારમાંથી તમામ પ્રકારના પ્લાસ્ટિકના કચરાના નિકાલ માટે તા.૯ જુના રોજ ગ્રામ્ય વિસ્તારોમાં વિશેષ ઝુંબેશ હાથ કરવામાં આવશે. જેમાં સ્થાનિક પદાધિકારી અધિકારી આગેવાનો પણ જોડાશે. ઉપરાંત એકત્રિત થયેલા પ્લાસ્ટિક કચરાના વજનની નોંધ પણ રાખવામાં આવશે. આ ઝુંબેશ દ્વારા અગણિત પ્રજાજનો ને ફાયદો થશે અને પર્યાવરણ ની જાળવણી પણ થાશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ