સુખપરથી ગુંજ્યો સ્વચ્છતાનો સંદેશ : કલેક્ટરે સફાઈ કરી‘સ્વચ્છતા સપ્તાહ’નો કરાવ્યો પ્રારંભ
કચ્છ, 08 જૂન (હિ.સ.) : ભુજ તાલુકાના સુખપર ગામે આજે સ્વચ્છતા, જનજાગૃતિ અને સામૂહિક જવાબદારીનો અનોખો માહોલ સર્જાયો હતો. કચ્છ જિલ્લામાં આગામી એક સપ્તાહ દરમિયાન યોજાનારા ‘સ્વચ્છતા સપ્તાહ’ અભિયાનનો પ્રારંભ જિલ્લા કલેક્ટર અનિલ રાણાવસિયાના હસ્તે સ્વચ્છતા
સુખપર થી સ્વછતા સપ્તાહનો પ્રારંભ કરાવતા કચ્છ કલેક્ટર


સુખપર થી સ્વછતા સપ્તાહનો પ્રારંભ કરાવતા કચ્છ કલેક્ટર


સુખપર થી સ્વછતા સપ્તાહનો પ્રારંભ કરાવતા કચ્છ કલેક્ટર


સુખપર થી સ્વછતા સપ્તાહનો પ્રારંભ કરાવતા કચ્છ કલેક્ટર


સુખપર થી સ્વછતા સપ્તાહનો પ્રારંભ કરાવતા કચ્છ કલેક્ટર


કચ્છ, 08 જૂન (હિ.સ.) : ભુજ તાલુકાના સુખપર ગામે આજે સ્વચ્છતા, જનજાગૃતિ અને સામૂહિક જવાબદારીનો અનોખો માહોલ સર્જાયો હતો. કચ્છ જિલ્લામાં આગામી એક સપ્તાહ દરમિયાન યોજાનારા ‘સ્વચ્છતા સપ્તાહ’ અભિયાનનો પ્રારંભ જિલ્લા કલેક્ટર અનિલ રાણાવસિયાના હસ્તે સ્વચ્છતા રેલીને લીલી ઝંડી બતાવી કરવામાં આવ્યો હતો. ગામના માર્ગો પર નીકળેલી રેલીમાં વિદ્યાર્થીઓ, મહિલાઓ, ગ્રામજનો અને વિવિધ સરકારી વિભાગોના અધિકારીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈને સ્વચ્છતાનો સંદેશ ઘર-ઘર સુધી પહોંચાડવાનો પ્રયાસ કર્યો હતો.

આ પ્રસંગે જિલ્લા કલેક્ટરે સ્વચ્છતાને માત્ર સરકારી અભિયાન નહીં પરંતુ દરેક નાગરિકની દૈનિક જીવનશૈલીનો અભિન્ન ભાગ બનાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું કે સ્વચ્છ ગામો જ સ્વસ્થ અને સમૃદ્ધ સમાજના પાયા બની શકે છે. જ્યારે લોકો પોતાની આસપાસના પર્યાવરણને સ્વચ્છ રાખવાની જવાબદારી સ્વીકારશે ત્યારે જ સ્વચ્છ ભારતનું સ્વપ્ન સાકાર થઈ શકશે.

કાર્યક્રમ દરમિયાન સમાજ માટે નિઃસ્વાર્થ સેવા આપતા સફાઈ કર્મચારીઓનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. સ્વચ્છતા જાળવવામાં તેમના યોગદાનને બિરદાવતા ઉપસ્થિત લોકોએ તાળીઓના ગડગડાટથી તેમનું અભિવાદન કર્યું હતું. આ સન્માન સમારોહે સફાઈ કર્મચારીઓ પ્રત્યે સમાજમાં આદર અને કૃતજ્ઞતાની ભાવના વધુ મજબૂત બનાવી હતી. રેલી પૂર્ણ થયા બાદ સમગ્ર ગામમાં સામૂહિક સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું હતું. ગ્રામજનોએ સ્વયં શ્રમદાન કરીને રસ્તાઓ, જાહેર સ્થળો અને આસપાસના વિસ્તારોની સફાઈ કરી હતી. લોકોમાં સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ વધે અને ગામ વધુ સ્વચ્છ, સુંદર તથા આરોગ્યપ્રદ બને તે હેતુથી સૌએ મળીને સંકલ્પ પણ લીધો હતો.

સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) અંતર્ગત ૮ થી ૧૪ જૂન દરમિયાન સમગ્ર કચ્છ જિલ્લામાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ દરમિયાન ગામડાઓમાં ઘન અને પ્રવાહી કચરા વ્યવસ્થાપન, પ્લાસ્ટિકમુક્ત પર્યાવરણ, વૃક્ષારોપણ, સ્વચ્છતા અંગે જાગૃતિ અને પર્યાવરણ સંરક્ષણ જેવા વિષયો પર વિશેષ અભિયાન ચલાવવામાં આવશે. જિલ્લાના વિવિધ વિસ્તારોમાં યોજાનારી આ પ્રવૃત્તિઓ દ્વારા લોકોમાં સ્વચ્છતા પ્રત્યે વધુ જવાબદારીની ભાવના વિકસાવવાનો પ્રયાસ કરવામાં આવશે.

કાર્યક્રમમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના અધિકારીઓ, તાલુકા પંચાયતના પદાધિકારીઓ, સ્વચ્છ ભારત મિશન સાથે સંકળાયેલા કર્મચારીઓ, સ્થાનિક આગેવાનો, સરપંચ, શાળાના વિદ્યાર્થીઓ તથા મોટી સંખ્યામાં ગ્રામજનોએ ઉપસ્થિત રહી સ્વચ્છતા અભિયાનને સફળ બનાવવામાં સહભાગિતા નોંધાવી હતી. સુખપર ગામેથી શરૂ થયેલું આ અભિયાન આગામી દિવસોમાં સમગ્ર કચ્છમાં સ્વચ્છતા અને જનજાગૃતિનો વ્યાપક સંદેશ ફેલાવશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar


 rajesh pande