
પોરબંદર, 08 જૂન (હિ.સ.)પોરબંદર તાલુકાના પાતા ગામમાં રહેતી એક પરણિત મહિલા રહસ્યમય સંજોગોમાં ગુમ થતાં પરિવારજનોમાં ચિંતા ફેલાઈ છે.
આ અંગે મહિલાના પતિએ પોલીસમાં જાણ નોંધાવતા પોલીસે ગુમ થયાની નોંધ કરી તપાસ શરૂ કરી છે.જાહેર કરનાર રણજીત રમેશભાઈ ડોકલ (ઉ.વ. 27), વ્યવસાય ખેતી, રહે. પાતા ગામ, કેનાલ કાંઠે, તા. જી. પોરબંદરે પોલીસને જણાવ્યું હતું કે, તેમની પત્ની ધર્મિષ્ઠાબેન રણજીતભાઈ ડોકલ (ઉ.વ. 26) પોતાના ઘરેથી ક્યાંક જવા માટે નીકળી ગયા હતા.પરંતુ ત્યારબાદ તેઓ ઘરે પરત 'ન હતા. પરિવારજનો દ્વારા સગા-સંબંધીઓ તથા ઓળખીતાઓ પાસે શોધખોળ કરવામાં આવી હતી, તેમ છતાં મહિલાનો કોઈ પત્તો લાગ્યો ન હતો.અંતે પતિએ પોલીસનો સંપર્ક કરી પત્ની ગુમ થયાની જાણ કરી હતી. પોલીસે ગુમ થયેલી મહિલાની શોધખોળ શરૂ કરી વધુ તપાસ હાથ ધરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya