પાલોદર અને તળેટી ગામે જમીનના નમૂના લેવાની કામગીરી, ખેડૂતોને સોઈલ હેલ્થ કાર્ડ અંગે માર્ગદર્શન
મહેસાણ, 08 જૂન (હિ.સ.)મહેસાણા તાલુકાના પાલોદર અને તળેટી ગામમાં ખેતીવાડી વિભાગ તથા જ.ચ.પ્ર., પિલવાઈ ટીમ દ્વારા સોઈલ હેલ્થ કાર્ડ એપ્લિકેશનના માધ્યમથી જમીનના નમૂના લેવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન ખેડૂતોને જમીનની ગુણવત્તા જાળવવા અને વૈજ્ઞ
પાલોદર અને તળેટી ગામે જમીનના નમૂના લેવાની કામગીરી, ખેડૂતોને સોઈલ હેલ્થ કાર્ડ અંગે માર્ગદર્શન


મહેસાણ, 08 જૂન (હિ.સ.)મહેસાણા તાલુકાના પાલોદર અને તળેટી ગામમાં ખેતીવાડી વિભાગ તથા જ.ચ.પ્ર., પિલવાઈ ટીમ દ્વારા સોઈલ હેલ્થ કાર્ડ એપ્લિકેશનના માધ્યમથી જમીનના નમૂના લેવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન ખેડૂતોને જમીનની ગુણવત્તા જાળવવા અને વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિઓ અપનાવવા અંગે માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું.

અધિકારીઓએ ખેડૂતોને જણાવ્યું હતું કે જમીન પરીક્ષણના આધારે પાકને જરૂરી પોષક તત્ત્વોની ચોક્કસ માહિતી મેળવી શકાય છે, જેના કારણે ખાતરનો યોગ્ય અને સંતુલિત ઉપયોગ શક્ય બને છે. આ પ્રક્રિયાથી ખેતી ખર્ચમાં ઘટાડો થવા ઉપરાંત ઉત્પાદન અને પાકની ગુણવત્તામાં પણ વધારો થાય છે.

સોઈલ હેલ્થ કાર્ડ એપ્લિકેશન દ્વારા જમીનના નમૂનાઓનું ડિજિટલ રીતે નોંધણીકરણ કરવામાં આવ્યું હતું, જેથી માહિતીનું સંચાલન વધુ અસરકારક રીતે થઈ શકે. ટીમ દ્વારા ખેડૂતોને જમીનના નમૂના લેવાની યોગ્ય પદ્ધતિ, પરીક્ષણના લાભો તેમજ સોઈલ હેલ્થ કાર્ડના ઉપયોગ વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.

ખેડૂતોમાં જમીન પરીક્ષણ અંગે જાગૃતિ વધે અને વૈજ્ઞાનિક અભિગમ સાથે ખેતીને પ્રોત્સાહન મળે તે હેતુથી આ કામગીરી કરવામાં આવી હતી. ખેડૂતો દ્વારા પણ આ પહેલને આવકારીને જમીનની તંદુરસ્તી જાળવવા માટે નિયમિત પરીક્ષણ કરાવવાની જરૂરિયાત વ્યક્ત કરવામાં આવી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande