હારિજમાં યજ્ઞ સાથે શ્રી સરસ્વતી શિશુમંદિરમાં નવા સત્રનો પ્રારંભ
પાટણ, 08 જૂન (હિ.સ.) : હારિજ સ્થિત શ્રી સરસ્વતી શિશુમંદિર વિદ્યાલયમાં સોમવારથી નવા શૈક્ષણિક સત્રનો શુભ પ્રારંભ કરવામાં આવ્યો હતો. પ્રથમ દિવસે શાળામાં આવનારા વિદ્યાર્થીઓ અને વાલીઓનું ચંદન-કુમકુમ તિલક કરીને ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. નવા
હારિજમા યજ્ઞ સાથે શ્રી સરસ્વતી શિશુમંદિરમાં નવા સત્રનો પ્રારંભ


હારિજમા યજ્ઞ સાથે શ્રી સરસ્વતી શિશુમંદિરમાં નવા સત્રનો પ્રારંભ


પાટણ, 08 જૂન (હિ.સ.) : હારિજ સ્થિત શ્રી સરસ્વતી શિશુમંદિર વિદ્યાલયમાં સોમવારથી નવા શૈક્ષણિક સત્રનો શુભ પ્રારંભ કરવામાં આવ્યો હતો. પ્રથમ દિવસે શાળામાં આવનારા વિદ્યાર્થીઓ અને વાલીઓનું ચંદન-કુમકુમ તિલક કરીને ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. નવા સત્રની શરૂઆત નિમિત્તે સામૂહિક મંત્રોચ્ચાર સાથે હિન્દુ પરંપરા મુજબ યજ્ઞહોત્રી વિધા યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યજ્ઞમાં વિદ્યાર્થીઓ, વાલીઓ તેમજ શાળાના નિયામક જગદીશભાઈ પાવરા, ટ્રસ્ટીગણ, પ્રધાનાચાર્ય જયેશભાઈ દવે, શિક્ષકો અને સ્ટાફના સભ્યોએ આહુતિ આપી શિક્ષણકાર્યના સફળ વર્ષની પ્રાર્થના કરી હતી.

યજ્ઞ પૂર્ણ થયા બાદ શ્રીફળ હોમી અને આરતી ઉતારી વિદ્યાલયના નવા સત્રનો ઔપચારિક શુભારંભ કરવામાં આવ્યો હતો. કાર્યક્રમના અંતે ઉપસ્થિત વિદ્યાર્થીઓ, વાલીઓ અને સ્ટાફે મહાપ્રસાદનો લાભ લઈ ધાર્મિક અને આનંદમય વાતાવરણમાં નવા શૈક્ષણિક વર્ષની શરૂઆત કરી હતી.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande