
પોરબંદર, 08 જૂન (હિ.સ.) : પોરબંદર જિલ્લા રોજગાર કચેરી દ્વારા તારીખ 09.06.2026 ના રોજ સવારે 11 કલાકે આઈ.ટી.આઈ, પોરબંદર ખાતે રોજગાર વાંચ્છુઓ ઉમેદવારો માટે ભરતીમેળાનું આયોજન કરવામાં આવ્યુ છે, જેમા સ્થાનિક નોકરીદાતા કૈલાશનાથ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રા. લી, ફોન પે (Phone Pe), અમર એક્વાટિક તેમજ અમર સ્ટેરેલાઈઝડ ફિશ મિલના નોકરીદાતા હાજર રહેવાના છે.
આ ભરતી મેળામાં વિવિધ લાયકાત અને અલગ અલગ જગ્યાઓ જેમા કોઈ પણ 10 પાસ થી ગ્રેજયુએટ, આઈ.ટી.આઈ ફિટર, અનુભવ ધરાવતા ડિપ્લોમાં / બી.ઈ ( સિવિલ/ ઈલેક્ટ્રીકલ) તેમજ બોઈલર ઓપરેટર સુધીનાં રોજગાર વાંચ્છું ઉમેદવારો માટે ઈન્ટરવ્યુંનું આયોજન કરવામાં આવ્યુ છે. રોજગાર મેળવવા ઈચ્છુક ઉમેદવારોને આ રોજગાર મેળાનો લાભ લેવા માટે જિલ્લા રોજગાર કચેરી દ્વારા અપીલ કરવામાં આવી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya