પાટણ શહેરમાં વહીવટી તંત્ર અને પોલીસ વિભાગે સરકારી જમીન પર કરાયેલા ગેરકાયદેસર દબાણોને દૂર કર્યા
પાટણ, 08 જૂન (હિ.સ.) : પાટણ શહેરમાં વહીવટી તંત્ર અને પોલીસ વિભાગે સંયુક્ત કાર્યવાહી કરીને એક હિસ્ટ્રીશીટર દ્વારા સરકારી જમીન પર કરાયેલા ગેરકાયદેસર દબાણોને દૂર કર્યા હતા. ગુજરાત સરકારની અસામાજિક તત્વો વિરુદ્ધની ઝુંબેશ અંતર્ગત બુકડી વિસ્તારમાં આવેલી
પાટણ શહેરમાં વહીવટી તંત્ર અને પોલીસ વિભાગે  હિસ્ટ્રીશીટર દ્વારા સરકારી જમીન પર કરાયેલા ગેરકાયદેસર દબાણોને દૂર કર્યા


પાટણ, 08 જૂન (હિ.સ.) : પાટણ શહેરમાં વહીવટી તંત્ર અને પોલીસ વિભાગે સંયુક્ત કાર્યવાહી કરીને એક હિસ્ટ્રીશીટર દ્વારા સરકારી જમીન પર કરાયેલા ગેરકાયદેસર દબાણોને દૂર કર્યા હતા. ગુજરાત સરકારની અસામાજિક તત્વો વિરુદ્ધની ઝુંબેશ અંતર્ગત બુકડી વિસ્તારમાં આવેલી દુકાનો અને રહેણાંક મકાન પર બુલડોઝર ફેરવવામાં આવ્યું હતું.

આ કાર્યવાહી પાટણ સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ હાથ ધરવામાં આવી હતી. ખોખરો તરીકે ઓળખાતા ઝહીર અબ્બાસ ખાન બેલીમે સરકારી જમીન પર ગેરકાયદેસર બાંધકામ ઊભું કર્યું હોવાનું તંત્રએ જણાવ્યું હતું. પોલીસ રેકોર્ડ મુજબ તેની સામે ખૂન, ખૂનની કોશિશ, ધાડ અને લૂંટ સહિતના આશરે 10 ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. ડિમોલિશન દરમિયાન DySP પરેશ રેણુકાના માર્ગદર્શન હેઠળ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. સમગ્ર કાર્યવાહી શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થાય તે માટે સુરક્ષાની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હતી.

તંત્રએ જણાવ્યું હતું કે ભવિષ્યમાં પણ શહેર કે જિલ્લામાં અસામાજિક તત્વો દ્વારા કરાયેલા ગેરકાયદેસર દબાણો સામે આવી જ કડક કાર્યવાહી ચાલુ રહેશે. અગાઉ પણ જિલ્લામાં આવા અનેક દબાણો દૂર કરવામાં આવ્યા છે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande