પ્લાસ્ટિક-ફ્રી ગુજરાત અભિયાન અંતર્ગત મહેસાણામાં જાગૃતિ અને દંડનીય કાર્યવાહી
મહેસાણા, 08 જૂન (હિ.સ.) : મહેસાણા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સ્વચ્છ ગુજરાત અને પ્લાસ્ટિક-ફ્રી ગુજરાત અભિયાનને વધુ અસરકારક બનાવવા શહેરના વિવિધ વિસ્તારોમાં સિંગલ યુઝ પ્લાસ્ટિક વિરોધી વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન નાગરિકો અને વેપારીઓને
પ્લાસ્ટિક-ફ્રી ગુજરાત અભિયાન અંતર્ગત મહેસાણામાં જાગૃતિ અને દંડનીય કાર્યવાહી


મહેસાણા, 08 જૂન (હિ.સ.) : મહેસાણા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સ્વચ્છ ગુજરાત અને પ્લાસ્ટિક-ફ્રી ગુજરાત અભિયાનને વધુ અસરકારક બનાવવા શહેરના વિવિધ વિસ્તારોમાં સિંગલ યુઝ પ્લાસ્ટિક વિરોધી વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન નાગરિકો અને વેપારીઓને પ્લાસ્ટિકના ઉપયોગથી થતા પર્યાવરણીય નુકસાન અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા. કોર્પોરેશનની ટીમ દ્વારા બજાર વિસ્તારો, વ્યાપારી સંકુલો તેમજ જાહેર સ્થળોએ મુલાકાત લઈ વેપારીઓને સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવા સૂચના આપવામાં આવી હતી સાથે જ પ્લાસ્ટિકના વિકલ્પ તરીકે કાગળ અને કપડાની થેલીઓનો ઉપયોગ કરવા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. ઝુંબેશ દરમિયાન નિયમોનું ઉલ્લંઘન કરતા વેપારીઓ સામે દંડનીય કાર્યવાહી પણ કરવામાં આવી હતી.

અધિકારીઓએ સ્પષ્ટ જણાવ્યું હતું કે રાજ્ય સરકારના નિયમો મુજબ પ્રતિબંધિત પ્લાસ્ટિકના ઉત્પાદન, સંગ્રહ, વેચાણ અને ઉપયોગ સામે સતત કાર્યવાહી કરવામાં આવશે. મહેસાણા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરને સ્વચ્છ, સુંદર અને પર્યાવરણમૈત્રી બનાવવાના પ્રયાસોના ભાગરૂપે નાગરિકોને પણ સહભાગી બનવા અપીલ કરવામાં આવી હતી.

કોર્પોરેશને જણાવ્યું હતું કે પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડવાથી પર્યાવરણનું સંરક્ષણ થશે તેમજ આવનારી પેઢીને સ્વચ્છ અને હરિયાળું વાતાવરણ મળી શકશે. સ્વચ્છ અને પ્લાસ્ટિક-મુક્ત મહેસાણા માટે સૌના સહયોગની જરૂરિયાત પર ભાર મૂકવામાં આવ્યો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande