રાજપુર પ્રીમિયર લીગમાં, પ્રિન્સ સુપર કિંગ ચેમ્પિયન
પાટણ, 08 જૂન (હિ.સ.)પાટણ તાલુકાના રાજપુર ગામે સ્થાનિક પાટીદાર સમાજના યુવાનો દ્વારા આયોજિત ત્રણ દિવસીય ‘રાજપુર પ્રીમિયર લીગ’ ક્રિકેટ ટૂર્નામેન્ટ સફળતાપૂર્વક પૂર્ણ થઈ હતી. પાટીદાર સમાજના યુવાનોને એક મંચ પર લાવવા અને રમતગમતને પ્રોત્સાહન આપવા માટે યોજા
રાજપુર પ્રીમિયર લીગમાં પ્રિન્સ સુપર કિંગ ચેમ્પિયન


રાજપુર પ્રીમિયર લીગમાં પ્રિન્સ સુપર કિંગ ચેમ્પિયન


પાટણ, 08 જૂન (હિ.સ.)પાટણ તાલુકાના રાજપુર ગામે સ્થાનિક પાટીદાર સમાજના યુવાનો દ્વારા આયોજિત ત્રણ દિવસીય ‘રાજપુર પ્રીમિયર લીગ’ ક્રિકેટ ટૂર્નામેન્ટ સફળતાપૂર્વક પૂર્ણ થઈ હતી. પાટીદાર સમાજના યુવાનોને એક મંચ પર લાવવા અને રમતગમતને પ્રોત્સાહન આપવા માટે યોજાયેલી આ સ્પર્ધામાં રાજપુર, પાટણ, અમદાવાદ અને અંકલેશ્વરથી કુલ 8 ટીમોએ ભાગ લીધો હતો.

ટૂર્નામેન્ટમાં પ્રિન્સ સુપર કિંગ, ભોપા ભડાકા, ધવલ ધુરંધર, દેવ લેજેન્ડ્સ, એકે રોયલ્સ, પ્રતિક પરાક્રમ, ભોળો ભયંકર અને રિંકેશ રોયલ વચ્ચે રોમાંચક લીગ મેચો રમાઈ હતી. ફાઇનલ મુકાબલો પ્રિન્સ સુપર કિંગ અને પ્રતીક પરાક્રમી ઇલેવન વચ્ચે યોજાયો હતો.

ફાઇનલમાં પ્રથમ બેટિંગ કરતા પ્રતીક પરાક્રમી ઇલેવને 8 ઓવરમાં 92 રન બનાવ્યા હતા. જવાબમાં પ્રિન્સ સુપર કિંગે શાનદાર બેટિંગ કરતા માત્ર 6.1 ઓવરમાં 95 રન બનાવી જીત મેળવી અને વિજેતા ટ્રોફી પોતાના નામે કરી હતી.

સમાપન સમારોહમાં દાતાઓના હસ્તે વિજેતા અને રનર્સ અપ ટીમોને ટ્રોફી એનાયત કરવામાં આવી હતી. ઉપરાંત શ્રેષ્ઠ પ્રદર્શન કરનારા ખેલાડીઓને બેસ્ટ બેટ્સમેન, બેસ્ટ બોલર અને મેન ઓફ ધ મેચના એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. મેચો નિહાળવા મોટી સંખ્યામાં ગ્રામજનો અને રમતપ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande