મિલકત સંબંધી ગુનાઓમાં સંડોવાયેલા સંજય પરમાર સામે પાસાની કાર્યવાહી, અમદાવાદ જેલમાં મોકલાયો
અમરેલ, 08 જૂન (હિ.સ.) : અમરેલી જિલ્લામાં મિલકત સંબંધી ગુનાઓમાં સંડોવાયેલા આરોપી સંજય ધનાભાઈ પરમાર સામે કડક કાર્યવાહી કરતાં અમરેલી લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) દ્વારા પાસા (Prevention of Anti-Social Activities Act) હેઠળ અટકાયત કરવામાં આવી છે. આરોપીને અ
મિલકત સંબંધી ગુનાઓમાં સંડોવાયેલા સંજય પરમાર સામે પાસાની કાર્યવાહી, અમદાવાદ જેલમાં મોકલાયો


અમરેલ, 08 જૂન (હિ.સ.) : અમરેલી જિલ્લામાં મિલકત સંબંધી ગુનાઓમાં સંડોવાયેલા આરોપી સંજય ધનાભાઈ પરમાર સામે કડક કાર્યવાહી કરતાં અમરેલી લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) દ્વારા પાસા (Prevention of Anti-Social Activities Act) હેઠળ અટકાયત કરવામાં આવી છે. આરોપીને અમદાવાદ મધ્યસ્થ જેલ ખાતે મોકલી આપવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર સંજય ધનાભાઈ પરમાર સામે મિલકત સંબંધી વિવિધ ગુનાઓ નોંધાયેલા હતા. તેની સતત ગુનાહિત પ્રવૃત્તિઓને કારણે જાહેર શાંતિ અને કાયદો-વ્યવસ્થાને અસર થતી હોવાનું ધ્યાનમાં રાખી જિલ્લા પોલીસ તંત્ર દ્વારા પાસા હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. અમરેલી એલસીબીની ટીમે જરૂરી કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કરીને આરોપીની અટકાયત કરી હતી. ત્યારબાદ સક્ષમ અધિકારીના આદેશ મુજબ તેને અમદાવાદ સ્થિત મધ્યસ્થ જેલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.

પોલીસ વિભાગ દ્વારા સમાજમાં શાંતિ અને સુરક્ષા જળવાઈ રહે તેમજ ગુનાહિત પ્રવૃત્તિઓ પર નિયંત્રણ લાવવા માટે આવા તત્વો સામે સતત કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. પાસા હેઠળની આ કાર્યવાહીથી જિલ્લામાં ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા અસામાજિક તત્વોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. પોલીસે નાગરિકોને પણ કોઈપણ શંકાસ્પદ પ્રવૃત્તિ અંગે તાત્કાલિક જાણ કરવા અપીલ કરી છે, જેથી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ મજબૂત બનાવી શકાય.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai


 rajesh pande