પાટણમાં સાયકલ રેલી સાથે, સમર કેમ્પનું સમાપન
પાટણ, 08 જૂન (હિ.સ.)ક્રીડા ભારતી દ્વારા પાટણમાં રમતગમત અને ફિટનેસના પ્રચાર માટે સન્ડે ઓન સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. બગવાડા દરવાજાથી શરૂ થયેલી રેલી પાટણ જિલ્લા રમતગમત સંકુલ સુધી પહોંચી હતી. આ રેલીમાં 65 ભાઈઓ અને 16 બહેનો સહિત કુલ 81
પાટણમાં સાયકલ રેલી સાથે સમર કેમ્પનું સમાપન


પાટણ, 08 જૂન (હિ.સ.)ક્રીડા ભારતી દ્વારા પાટણમાં રમતગમત અને ફિટનેસના પ્રચાર માટે સન્ડે ઓન સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. બગવાડા દરવાજાથી શરૂ થયેલી રેલી પાટણ જિલ્લા રમતગમત સંકુલ સુધી પહોંચી હતી. આ રેલીમાં 65 ભાઈઓ અને 16 બહેનો સહિત કુલ 81 ઉત્સાહીઓ જોડાયા હતા. સહભાગીઓ માટે લીંબુ સરબત અને અલ્પાહારની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી.

કાર્યક્રમના બીજા તબક્કામાં છેલ્લા 7 દિવસથી ચાલી રહેલા અભ્યંત સમર કેમ્પનું સમાપન કરવામાં આવ્યું હતું. કેમ્પ દરમિયાન વિવિધ પ્રવૃત્તિઓમાં ભાગ લેનારા બાળકોને પ્રોત્સાહનરૂપે ચંદ્રક અને પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતા.

સમાપન પ્રસંગે ડૉ. નીપુલભાઈ સાલવી, ડૉ. નીખિલભાઈ ખમાર, ડૉ. કિશોરભાઈ પોરિયા અને સ્નેહલભાઈ પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનો અંત ભારત માતા કી જય અને વંદે માતરમ્ ના ગુંજતા નાદ સાથે થયો હતો.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande