જામનગરના પોલીસ હેડ ક્વાર્ટરમાં સ્વસ્થ ભારતના સંદેશ સાથે ‘સન્ડે ઓન સાઇકલ’ રેલી યોજાઈ
જામનગર, 08 જૂન (હિ.સ.) : ફિટ ઈન્ડિયા અભિયાનના ભાગરૂપે જામનગર પોલીસ હેડ ક્વાર્ટર ખાતે ગઈકાલે રવિવારે ‘સન્ડે ઓન સાઇકલ’ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. શારીરિક તંદુરસ્તી, સ્વસ્થ જીવનશૈલી અને પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપતી આ રેલીમાં પોલીસ વિભાગના અધિ
પોલીસ હેડ ક્વાર્ટર ખાતે ‘સન્ડે ઓન સાઇકલ’ રેલી યોજાઈ


જામનગર, 08 જૂન (હિ.સ.) : ફિટ ઈન્ડિયા અભિયાનના ભાગરૂપે જામનગર પોલીસ હેડ ક્વાર્ટર ખાતે ગઈકાલે રવિવારે ‘સન્ડે ઓન સાઇકલ’ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. શારીરિક તંદુરસ્તી, સ્વસ્થ જીવનશૈલી અને પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપતી આ રેલીમાં પોલીસ વિભાગના અધિકારીઓ તથા મોટી સંખ્યામાં પોલીસ કર્મચારીઓ ઉત્સાહભેર જોડાયા હતા.

રવિવારની સવારે પોલીસ હેડ ક્વાર્ટરથી પ્રારંભ થયેલી રેલી દરમિયાન પોલીસ પરેડ અને એક્સરસાઇઝના ડ્રેસમાં ફરજ બજાવતા પોલીસકર્મીઓ સાઇકલ સવાર બની નગરજનોને ફિટનેસ પ્રત્યે જાગૃત રહેવાનો સંદેશ આપ્યો હતો. કાર્યક્રમનો મુખ્ય હેતુ રોજિંદા જીવનમાં વ્યાયામ અને સાઇકલિંગને પ્રોત્સાહન આપી સ્વસ્થ જીવનશૈલી અપનાવવા પ્રેરિત કરવાનો હતો.

આ પ્રસંગે પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે નિયમિત કસરત અને સાઇકલિંગ દ્વારા વ્યક્તિ શારીરિક તેમજ માનસિક રીતે સ્વસ્થ રહી શકે છે. સાથે જ વાહનોના ઉપયોગમાં ઘટાડો થવાથી પર્યાવરણનું પણ સંરક્ષણ થાય છે. જામનગર પોલીસના આ પ્રયાસને ઉપસ્થિત કર્મચારીઓ અને નાગરિકો દ્વારા આવકારવામાં આવ્યો હતો. ‘સન્ડે ઓન સાઇકલ’ રેલી દ્વારા સ્વસ્થ ભારતના સંદેશને વધુ વેગ મળ્યો હોવાનું જોવા મળ્યું હતું.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande