

પોરબંદર, 08 જૂન (હિ.સ.)પોરબંદર શહેરના વિવિધ વિસ્તારોમાં વીજ પોલ પર કોઈપણ પ્રકારની મંજૂરી વિના લગાડવામાં આવેલા જાહેરાત બોર્ડ અને બેનરોને વીજ તંત્ર દ્વારા દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. વીજ તંત્રના જણાવ્યા મુજબ આવા બોર્ડને કારણે વારંવાર વીજ વિક્ષેપ સર્જાતા હતા તેમજ વાયરિંગમાં ખામી અને ફોલ્ટના બનાવોમાં વધારો થતો હતો.
વીજ પોલ પર જાહેરાતો લગાવવી, ગેરકાનૂની પ્રવૃત્તિ હોવાનું જણાવી તંત્રએ આ પ્રકારની ઝુંબેશ સતત ચાલુ રાખવાની સાથે નિયમોનો ભંગ કરનારાઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવાની ચેતવણી પણ આપી છે.પોરબંદર શહેરના જુદા-જુદા વિસ્તારોમાં વીજ પોલ ઉપર કોઈપણ પ્રકારની મંજુરી વગર લગાડવામાં આવેલા બોર્ડ વીજ તંત્ર દ્વારા દૂર કરવામાં આવ્યા છે.વીજ તંત્રએ જણાવ્યું છે કે,વારંવાર વીજ વિક્ષેપ સર્જાવા પાછળ આ પ્રકારના બોર્ડ પણ કારણભૂત હતા.વીજ પોલ પર લટકાવેલા બોર્ડને કારણે વાયરિંગમાં ખામી સર્જાતી હતી અને ફોલ્ટના કિસ્સા વધતા હતા.
કોઈપણ જાતની મંજુરી વગર વીજ પોલ ઉપર બોર્ડ લટકાવવા એ ગેરકાનુની હરકત છે.આવા બોર્ડ કાઢવાની કામગીરી વીજ તંત્રએ હાથ ધરી છે અને આ ઝુંબેશ અવિરતપણે ચાલુ રહેશે.
વીજ તંત્રએ ચોખવટ કરી છે કે, આ પ્રકારની ગેરકાનૂની હરકત કરનારાઓ સામે કાયદેસરના પગલાં પણ લેવામાં આવશે. નાગરિકોને અપીલ છે કે, વીજ પોલનો ઉપયોગ જાહેરાત માટે ન કરે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya