
સુરત, 08 જૂન (હિ.સ.): ગુજરાત સરકારના કમિશનર,યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી સંચાલિત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી,સુરત દ્વારા શહેર અને જિલ્લાના અનુસુચિત જન જાતિ(TASP)ના 15 થી 35 વર્ષના યુવક યુવતીઓ માટે તાલુકા/જિલ્લાકક્ષા ‘વ્યકિત્વ વિકાસ અને યોગાસન તાલીમ શિબિર-2026’ યોજાશે. અનુસુચિત જન જાતિ(TASP)ના લોકોના વ્યકિતગત વિકાસમાં પંચાયતી માળખાનો ખ્યાલ, નેતૃત્વ અંગેના ગુણોની ચર્ચા,સામાજિક દુષણો સામે વિરોધ, દેશની એકતા માનવીના શારીરિક,માનસિક અને આધ્યાત્મિક વિકાસમાં યોગનું આદિકાળથી વિશિષ્ટ પ્રદાન છે. યોગાસનથી વ્યકિતઓનો સર્વાગી વિકાસ થાય, તેમનામાં માતૃભાવના જાગૃત થાય તેમજ તેઓની શકિતઓને રચનાત્મક માર્ગે વાળવા વિવિધ તજજ્ઞો દ્વારા યોગ્ય માર્ગદર્શન આપવા માટે તાલુકા/જિલ્લા કક્ષા વ્યકિત્વ વિકાસ અને યોગાસન તાલીમ શિબિર-2026 હેઠળ સુરત મહાનગરપાલિકા વિસ્તારના તેમજ સુરત ગ્રામ્ય વિસ્તારના ભાગ લેવા ઈચ્છુક વિધાર્થીઓએ નિયત નમૂનાનું ફોર્મ જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી,પ્રથમ માળ,જુના સિવિલ કોર્ટ બિલ્ડીગ, બહુમાળી કેમ્પસ, નાનપુરા,સુરતથી મેળવી તા.20/06/2026 સુધીમાં જમા કરાવવાનું રહેશે તેમ જિલ્લા યુવા વિકાસ અધિકારીની યાદીમાં જણાવાયું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે