બારડોલીના આફવા ગામે ‘સ્વચ્છતા સપ્તાહ’ અંતર્ગત ભવ્ય સ્વચ્છતા રેલી યોજાઈ
સુરત, 08 જૂન (હિ.સ.): રાજ્યવ્યાપી ‘12 વર્ષ વિશ્વાસના, વિકાસના અને જન કલ્યાણના’ થીમ હેઠળ વિવિધ જનલક્ષી અને પ્રગતિશીલ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. સુરત જિલ્લામાં પર્યાવરણ જતન અને સ્વચ્છતાનો સંદેશો ઘર-ઘર સુધી પહોંચાડવા માટે વિવિધ કાર્યક્રમો
Surat


સુરત, 08 જૂન (હિ.સ.): રાજ્યવ્યાપી ‘12 વર્ષ વિશ્વાસના, વિકાસના અને જન કલ્યાણના’ થીમ હેઠળ વિવિધ જનલક્ષી અને પ્રગતિશીલ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. સુરત જિલ્લામાં પર્યાવરણ જતન અને સ્વચ્છતાનો સંદેશો ઘર-ઘર સુધી પહોંચાડવા માટે વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. જેના ભાગરૂપે સુરત જિલ્લાના બારડોલી તાલુકાના આફવા ગામે ગ્રામજનો અને સ્થાનિક વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે એક ભવ્ય ‘સ્વચ્છતા રેલી’નું આયોજન કરવામાં આવ્યું હતું.

જિલ્લા કલેક્ટરના માર્ગદર્શન હેઠળ સુરત જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ‘સ્વચ્છતા સપ્તાહ’ની ઉજવણી જોરશોરથી ચાલી રહી છે. બારડોલી તાલુકાના આફવા ગામે વહેલી સવારથી જ ઉત્સાહભેર સ્વચ્છતા પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી હતી. ગામના મુખ્ય માર્ગો અને મહોલ્લાઓમાંથી પસાર થયેલી આ સ્વચ્છતા રેલીમાં મોટી સંખ્યામાં શાળાના બાળકો, ગ્રામજનો, મહિલાઓ, યુવાનો, પદાધિકારીઓ જોડાયા હતા.

રેલી દરમિયાન 'સ્વચ્છતા ત્યાં પ્રભુતા' અને 'પ્લાસ્ટિક મુક્ત ગામ' જેવા સૂત્રોચ્ચારો સાથે બેનર્સ અને પ્લેકાર્ડ્સ પ્રદર્શિત કરીને લોકોને કચરો ગમે ત્યાં ન ફેંકવા તથા કચરાના યોગ્ય નિકાલ માટે જાગૃત કરવામાં આવ્યા હતા. રેલીની સાથે ગામના વિવિધ જાહેર સ્થળો પર શ્રમદાન કરીને સફાઈ ઝુંબેશ ચલાવી અને વૃક્ષારોપણ કરી પર્યાવરણ સંવર્ધનનો સંદેશો પાઠવ્યો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande