પોરબંદર શહેરમાં લોક દરબારમાં નાગરિકોની સમસ્યાઓને મળ્યો સીધો અવાજ
પોરબંદર, 08 જૂન (હિ.સ.) : પોરબંદર મહાનગરપાલિકા દ્વારા નાગરિકોના પ્રશ્નોના ઝડપી અને અસરકારક નિરાકરણના હેતુથી વોર્ડ નં. 5, 6અને 7 માટે સુદામા મંદિર પરિસર ખાતે લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું. મેયર સાગરભાઈ મોદીના અધ્યક્ષસ્થાને યોજાયેલા આ લોક
પોરબંદર શહેરમાં વોર્ડ નં. 5, 6 અને 7ના લોક દરબારમાં નાગરિકોની સમસ્યાઓને મળ્યો સીધો અવાજ.


પોરબંદર શહેરમાં વોર્ડ નં. 5, 6 અને 7ના લોક દરબારમાં નાગરિકોની સમસ્યાઓને મળ્યો સીધો અવાજ.


પોરબંદર શહેરમાં વોર્ડ નં. 5, 6 અને 7ના લોક દરબારમાં નાગરિકોની સમસ્યાઓને મળ્યો સીધો અવાજ.


પોરબંદર શહેરમાં વોર્ડ નં. 5, 6 અને 7ના લોક દરબારમાં નાગરિકોની સમસ્યાઓને મળ્યો સીધો અવાજ.


પોરબંદર શહેરમાં વોર્ડ નં. 5, 6 અને 7ના લોક દરબારમાં નાગરિકોની સમસ્યાઓને મળ્યો સીધો અવાજ.


પોરબંદર શહેરમાં વોર્ડ નં. 5, 6 અને 7ના લોક દરબારમાં નાગરિકોની સમસ્યાઓને મળ્યો સીધો અવાજ.


પોરબંદર, 08 જૂન (હિ.સ.) : પોરબંદર મહાનગરપાલિકા દ્વારા નાગરિકોના પ્રશ્નોના ઝડપી અને અસરકારક નિરાકરણના હેતુથી વોર્ડ નં. 5, 6અને 7 માટે સુદામા મંદિર પરિસર ખાતે લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું. મેયર

સાગરભાઈ મોદીના અધ્યક્ષસ્થાને યોજાયેલા આ લોક દરબારમાં મોટી સંખ્યામાં નાગરિકોએ હાજરી આપી પોતાના વિસ્તાર તેમજ વ્યક્તિગત પ્રશ્નો અંગે રજૂઆતો કરી હતી.

લોક દરબાર દરમિયાન અંદાજે 150 જેટલી રજૂઆતો, ફરિયાદો અને સૂચનો મહાનગરપાલિકાને પ્રાપ્ત થયા હતા. નાગરિકોએ પોતાના વિસ્તારના વિવિધ પ્રશ્નો અંગે લેખિત તેમજ મૌખિક રજૂઆતો કરી હતી, જેને સંબંધિત વિભાગોના અધિકારીઓ દ્વારા નોંધવામાં આવી હતી અને તેના યોગ્ય નિરાકરણ માટે જરૂરી કાર્યવાહી હાથ ધરવાની ખાતરી આપવામાં આવી હતી. લોક દરબારમાં શહેરના વિવિધ વિસ્તારોમાં નિયમિત અને અસરકારક સફાઈ ન થતી હોવાની ફરિયાદો, જાહેર સ્થળોએ ગંદકી, કચરાના ઢગલા, સમયસર કચરાનો નિકાલ ન થતો હોવાના પ્રશ્નો તેમજ મુખ્ય બજાર વિસ્તારોમાં લોકો દ્વારા જાહેર સ્થળોએ કચરો ફેંકવામાં આવતો હોવાની રજૂઆતો કરવામાં આવી હતી. નાગરિકોએ આવા સ્થળોએ સીસીટીવી કેમેરા સ્થાપિત કરી કચરો ફેંકનાર વ્યક્તિઓ સામે ફૂટેજના આધારે દંડાત્મક કાર્યવાહી કરવાની માંગ કરી હતી. વિવિધ વિસ્તારોમાં રોડ-રસ્તાની ખરાબ સ્થિતિ, પેવર બ્લોક પાથરવાની જરૂરિયાત, રસ્તાઓનું લેવલિંગ, ચોમાસા દરમિયાન વરસાદી પાણીના યોગ્ય નિકાલના અભાવે લોકોના ઘરોમાં પાણી ઘૂસી જવાની સમસ્યાઓ તેમજ રસ્તાઓના સમારકામ અંગે રજૂઆતો કરવામાં આવી હતી.

આ ઉપરાંત વિવિધ વિસ્તારોમાં નવી સ્ટ્રીટલાઈટો સ્થાપિત કરવા, બંધ પડેલી લાઈટોને કાર્યરત કરવા, ભૂગર્ભ ગટરના ઢાંકણાઓનું સમારકામ અને લેવલિંગ કરવા તેમજ ગટરના ગંદા પાણી ભૂગર્ભ પાણી સાથે મિશ્રિત થવાની સમસ્યાના નિરાકરણ માટે માંગ કરવામાં આવી હતી. જાહેર શૌચાલયોમાં ગંદકી, અપૂરતી જાળવણી અને કેટલાક સ્થળોએ બંધ પડેલા શૌચાલયોને ફરી શરૂ કરવા અંગે રજૂઆતો કરવામાં આવી હતી. વોર્ડ નં. 7 અને 8માં નવા જાહેર શૌચાલયોના નિર્માણની માંગ કરવામાં આવી હતી. શહેરમાં વધતા રખડતા પશુઓ અને શ્વાનોના કારણે સર્જાતી અસુવિધા અને અકસ્માતોના જોખમની નાગરિકોએ ચિંતા વ્યક્ત કરી હતી અને આ સમસ્યાના કાયમી નિરાકરણ માટે વિશેષ કાર્યવાહી હાથ ધરવાની માંગ કરી હતી. શહેરના વિવિધ સ્થળોએ સ્પીડ બ્રેકર મૂકવા, વૃક્ષોની ડાળીઓનું ટ્રિમિંગ કરાવવા, મંદિરના રિનોવેશન, સીસીટીવી કેમેરા સ્થાપિત કરવા તેમજ અન્ય સ્થાનિક અને વ્યક્તિગત પ્રશ્નો અંગે રજૂઆતો કરવામાં આવી હતી. લોક દરબાર દરમિયાન શહેરના ત્રણેય રેલવે ફાટકો ઉપર ટ્રેન પસાર થતી વખતે લાંબા સમય સુધી અવરજવર બંધ રહેતી હોવાની સમસ્યા રજૂ કરવામાં આવી હતી. નાગરિકોએ સમયસર તુરંતજ ટ્રેન પસાર થાય તે માટે પૂરતા કર્મચારીઓની નિમણૂક કરાવવાની માંગ કરી હતી. નાગરિકોની રજૂઆતો અને ફરિયાદો સાંભળ્યા બાદ મેયર સાગરભાઈ મોદીએ સ્થળ પર જ મહાનગરપાલિકાના વિવિધ વિભાગોના અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી હતી અને પ્રશ્નોના ઝડપી નિરાકરણ માટે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવા જણાવ્યું હતું. રાજ્યના પ્રશ્નો અર્જુન મોઢવાડિયા સમક્ષ અને કેન્દ્રના પ્રશ્નો મનસુખભાઈ માંડવિયા સમક્ષ રજૂ કરી ઉકેલ લાવવાની મેયરએ ખાતરી આપી હતી. અને મેયરએ જણાવ્યું હતું કે નાગરિકોની સમસ્યાઓનું સમયસર અને અસરકારક નિરાકરણ કરવું મહાનગરપાલિકાની પ્રથમ પ્રાથમિકતા છે અને રજૂ થયેલા પ્રશ્નોનો શક્ય તેટલો વહેલો ઉકેલ લાવવામાં આવશે.

લોક દરબાર દરમિયાન પોરબંદર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ ડૉ. ચેતનાબેન તિવારીએ જણાવ્યું હતું કે નાગરિકો દ્વારા યોગ્ય વિભાગ સમક્ષ ફરિયાદ અથવા રજૂઆત કરવામાં આવે તો તેના ઝડપી અને અસરકારક નિરાકરણની શક્યતા વધી જાય છે. તેમણે જાગૃત નાગરિક તરીકે યોગ્ય સ્થળે રજૂઆત કરવાની અપીલ કરી હતી તેમજ કોર્પોરેટરઓ પણ નાગરિકોના પ્રશ્નોના નિરાકરણ માટે સતત કાર્યરત હોવાનું જણાવ્યું હતું.

આ લોક દરબારમાં મેયર સાગરભાઈ મોદી, ડેપ્યુટી મેયર મનીષભાઈ શિયાળ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન વિક્રમભાઈ ઓડેદરા, વિવિધ વોર્ડના કોર્પોરેટરઓ, મ્યુનિસિપલ કમિશનર એચ. જે. પ્રજાપતિ, નાયબ મ્યુનિસિપલ કમિશનર મનન ચતુર્વેદી સહિત મહાનગરપાલિકાના વિવિધ વિભાગોના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. મોટી સંખ્યામાં સામાજિક અગ્રણીઓ, સ્થાનિક આગેવાનો અને નાગરિકોએ લોક દરબારમાં હાજરી આપી પોતાના પ્રશ્નો રજૂ કર્યા હતા. મહાનગરપાલિકાએ પ્રાપ્ત થયેલી તમામ રજૂઆતોના તબક્કાવાર નિરાકરણ માટે સંબંધિત વિભાગોને જરૂરી સૂચનાઓ આપવામાં આવશે તેવી ખાતરી આપી હતી.

પોરબંદર મહાનગરપાલિકા દ્વારા આગામી સમયમાં શહેરના અન્ય વોર્ડમાં પણ લોક દરબાર યોજી નાગરિકો અને તંત્ર વચ્ચે સીધો સંવાદ વધુ મજબૂત બનાવવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande