
અમદાવાદ, 08 જૂન (હિ.સ.) : ઉનાળુ વેકેશન બાદ આજે રાજ્યભરની 54 હજારથી વધુ શાળાઓ તેમજ અમદાવાદમાં 1800 કરતા વધુ શાળાઓમાં નવા શૈક્ષણિક વર્ષની ધમધમાટભરી શરૂઆત થઈ છે. વહેલી સવારથી જ વિદ્યાર્થીઓ નવા યુનિફોર્મ, નવી બેગ અને નવા સપનાઓ સાથે શાળાઓમાં પહોંચ્યા હતા. રાજ્યના અંદાજે 1.15 કરોડ વિદ્યાર્થીઓના કલરવથી શાળાના કેમ્પસ ફરી એકવાર ગુંજી ઉઠ્યા હતા.
અમદાવાદ સહિત ગુજરાતભરમાં પેટ્રોલ અને ડીઝલની સાથે સાથે સીએનજીના ભાવમાં પણ સતત વધારો થઈ રહ્યો છે. જેથી, સીએનજીના ભાવ વધારાની અસર સ્કૂલ વર્ધી એસોસિએશન પર થઈ રહી છે. જેથી, સીએનજીના ભાવમાં વધારો થતા સ્કૂલ વર્ધી એસોસિએશન ભાવ વધારો કરવાની તૈયારી કરી રહ્યું છે. સીએનજીના ભાવમાં સતત વધારો થતા આજે સાંજે અમદાવાદ સ્કૂલ વર્ધી એસોસિએશનની બેઠક બોલાવવામાં આવી છે. જેમાં સ્કૂલ વર્ધીના ભાડામાં કેટલો વધારો કરવો તેને લઈને નિર્ણય કરવામાં આવશે.
છેલ્લા કેટલાક દિવસથી પેટ્રોલ-ડીઝલ ભાવની સાથે સાથે સીએનજીના ભાવમાં પણ વધારો થતા હવે સીએનજી નો ભાવ પણ પેટ્રોલ અને ડીઝલની સમક્ષક પહોંચી ગયો છે. જેથી, સીએનજીના ભાવમાં વધારો થતા સ્કૂલ વર્ધી સંચાલકો મુશ્કેલીમાં મુકાયા છે. જે પ્રમાણે સીએનજીનો ભાવ પહોંચી ગયો છે એવી સ્થિતિમાં હાલના ભાડા દર પર વાન અને રિક્ષા ચલાવવી મુશ્કેલ બની રહી છે. જોકે, સ્કૂલ વર્ધી એસોસિએશન દ્વારા ભાડામાં દર ત્રણ વર્ષે વધારો કરવો તેવું નક્કી કરવામાં આવ્યું હતું.
વર્ષ 2024માં સ્કૂલ વર્ધીના ભાડામાં 200 રૂપિયા જેટલો વધારો કરવામાં આવ્યો હતો. જેથી વાલીઓ પર બોઝ ન પડે તે માટે 2027માં ભાડામાં વધારો કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. પરંતુ વર્ષ 2024માં કરેલા ભાડામાં વધારા બાદ અંદાજે 12 રૂપિયા જેટલો સીએનજીના ભાવમાં વધારો થઈ ગયો છે. 11 જૂન 2024ના ભાડામાં વધારો કરાયો ત્યારે સીએનજી નો ભાવ 76 રૂપિયા હતો, જે અત્યારે વધીને 88 રૂપિયા પહોંચી ગયો છે.
અમદાવાદ સ્કૂલ વર્ધી એસોસિએશન દ્વારા સાંજે બેઠક બોલાવવામાં આવી છે. જેમાં અમદાવાદ સહિત રાજ્યભરના સ્કૂલ વર્ધી એસોસિએશનના પ્રતિનિધિઓ હાજર રહેવાના છે. જેમાં વધતા જતા સીએનજીના ભાવ વધારાને લઈને ભાડામાં કેટલો વધારો કરવો તેને લઈને નિર્ણય લેવામાં આવશે. જેથી યુનિફોર્મ સહિતની વસ્તુઓમાં ભાવ વધારા બાદ હવે વાલીઓના માથે સ્કૂલ વર્ધીના ભાડાનો પણ બોઝ સહન કરવો પડશે.
અમદાવાદ સ્કૂલ વર્ધી એસોસિએશનના પ્રમુખ ધર્મેન્દ્ર બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે, આજે બપોરે ચાર વાગ્યે અમદાવાદ સ્કૂલ વર્ધી એસોસિએશનની બેઠક બોલાવવામાં આવી છે. જેમાં સ્કૂલ વર્ધીના ભાડામાં કેટલો વધારો કરવો તેને લઈને નિર્ણય લેવામાં આવશે. જેથી બેઠક બાદ કેટલો ભાડામાં વધારો કરાયો તેની જાહેરાત કરવામાં આવશે.
છેલ્લા 2024માં ભાડામાં વધારો થયો ત્યારે સીએનજી નો ભાવ 76 રૂપિયા જે અત્યારે 88 રૂપિયા પહોંચી ગયા છે. ત્રણ વર્ષ સુધી ભાડામાં વધારો ન કરવો એવું નક્કી કરવામાં આવ્યું હતું પરંતુ વધતા જતા ભાવ વધારાના કારણે વધારો કરવો પડી શકે છે. તેમજ અત્યારે દરેક વસ્તુઓની ભાવ વધી રહ્યો છે. નવો ભાડામાં વધારો સાંજે જાહેર કરવામાં આવશે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ