એએમએ દ્રારા, “પીએચડી જર્ની: પ્રિપેરેશન એન્ડ રિસર્ચ માઇન્ડસેટ” વિષય પર રિસર્ચ ફોરમનું આયોજન
અમદાવાદ,09 જૂન (હિ.સ.) અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન દ્રારા પીએચડી જર્ની: પ્રિપેરેશન એન્ડ રિસર્ચ માઇન્ડસેટ” વિષય પર એક વિશેષ રિસર્ચ ફોરમનું આયોજન કરવામાં આવ્યું છે. આવતીકાલે 10 જૂનના રોજ સાંજે દરમિયાન એએમએ ખાતે એક વિશેષ રિસર્ચ ફોરમનું આયોજન ક
એએમએ દ્રારા, “પીએચડી જર્ની: પ્રિપેરેશન એન્ડ રિસર્ચ માઇન્ડસેટ” વિષય પર રિસર્ચ ફોરમનું આયોજન


અમદાવાદ,09 જૂન (હિ.સ.) અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન દ્રારા પીએચડી જર્ની: પ્રિપેરેશન એન્ડ રિસર્ચ માઇન્ડસેટ” વિષય પર એક વિશેષ રિસર્ચ ફોરમનું આયોજન કરવામાં આવ્યું છે.

આવતીકાલે 10 જૂનના રોજ સાંજે દરમિયાન એએમએ ખાતે એક વિશેષ રિસર્ચ ફોરમનું આયોજન કરવામાં આવ્યું છે.

ડૉ. આશિષ રામી (ડીન,ફેકલ્ટી ઓફ કોમર્સ એન્ડ મેનેજમેન્ટ;ડિરેક્ટર,રિસર્ચ,સ્વામિનારાયણ યુનિવર્સિટી)આ રિસર્ચ ફોરમને સંબોધિત કરશે. આ રિસર્ચ ફોરમની રૂપરેખા ભાવિ સ્કૉલર્સ, શિક્ષણવિદો અને સંશોધનમાં રસ ધરાવતા ઉત્સાહીઓને ડોક્ટરેટ સંશોધનની જટિલતાઓને સમજવા માટે મહત્વપૂર્ણ માહિતી પુરી પાડવા માટે તૈયાર કરવામાં આવી છે.

આ સત્રનો ઉદ્દેશ્ય સફળ પીએચડી માટે જરૂરી, પાયાની તૈયારી અને સચોટ સંશોધન-લક્ષી બુદ્ધિનો વિકાસ કરવા અંગે માર્ગદર્શન આપવાનો છે.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande